તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણાના અપહ્યત બિલ્ડરનો હેમખેમ છૂટકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજથીએક સપ્તાહ પહેલા મોટા વરાછામાં રહેતા બિલ્ડર જયંતિ તારપરાનું સરથાણા વિસ્તારમાંથી કેટલાક અસામાજિક તત્વો અપહરણ કરીને નાસી છુટયા હતા. તેમાં રવિવારે બિલ્ડર જયંતિ તારપરાને અપહરણકારોએ છોડી દીધા હોવાની ચર્ચા મોટા વરાછા વિસ્તારમાં શરૂ થઇ છે. જોકે, વાતને કોઈપણ પ્રકારનું પોલીસ સમર્થન મળ્યું નથી.

ઘટનામાં આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, મોટા વરાછામાં રહેતા બિલ્ડર જંયતિ તારપરાના અપહરણને પગલે ચકચાર મચી ગઇ છે. સરથાણા સ્થિત ઓફિસ પાસે બે યુવકો સાથે પોતાની કારમાં નીકળ્યા બાદ રહસ્યમય રીતે તેમની કાર સીમાડા નહેર પાસેથી બિનવારસી મળી હતી.

બિલ્ડરનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હોય પરિવારજનો ચિંતાતૂર બન્યા હતા. એક સપ્તાહથી બિલ્ડર તારપરા પર વોચ રખાતી હતી. જમીન કે નાણાંકીય લેતીદેતીમાં અપહરણ થયું હોવાની શંકા સાથે સરથાણા પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

જ્યારે સમગ્ર પ્રકરણમાં નાટકીય વળાંક આવતા બિલ્ડરને અપહરણકારોએ હેમખેમ છોડી મુકયો હતો. જ્યારે અંગે સરથાણાના પીઆઇ એ.કે. પટેલે કશુ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે તેમજ બિલ્ડરને છોડી મુકવામાં આવ્યો કે કેમ તે અંગે પણ કશું જાણતા નહીં હોવાની વાત કરી છે.

વરાછા વિસ્તારમાં ચર્ચાનો દોર, પોલીસે સત્તાવાર કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો