તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દેશમાં સૌપ્રથમ સરકારી કર્મચારીની હાજરી હવે આધારકાર્ડ થકી પૂરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં સૌપ્રથમ સરકારી કર્મચારીની હાજરી હવે આધારકાર્ડ થકી પૂરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાતમાપગાર પંચમાં કામ પ્રમાણે પગાર ચુકવવા માટેની ભલામણ કરવામાં આવી છે. જ્યારે પાલિકાના કેટલાય કર્મચારીઓ ફરજ સમય દરમિયાન સરકારી કામ કરવાને બદલે ઘરના કામ કરતા હોય છે. જેથી પાલિકાના કર્મચારીઓ નક્કી કરેલા સમયમાં સરકારી કામ કરે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે અનેક પ્રયત્ન કરવા છતાં સફળ પુરવાર થયા નથી. તેમાં પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા તો મોટાભાગે ફિલ્ડ પર રહેવાને બદલે અન્ય કામમાં જોતરાયેલા હોય છે. તમામના ઉકેલ માટે આગામી દિવસોમાં કર્મચારીઓના આધારકાર્ડ અને જીપીએસ સિસ્ટમ થકી હાજરી પુરવાનો નવતર શરૂઆત પાલિકા કરવાની છે.

પાલિકામાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો હાલમાં ઓનલાઇન તો કરી દેવામાં આવી છે તેમાં તમામ કર્મચારીઓના આધારકાર્ડને નાંખીને તેને જીપીએસ અને જીઆઇએસ સાથે જોડી દેવામાં આવશે. તેના લીધે ફિલ્ડમાં ફરતા કર્મચારીઓને નક્કી કરેલા સમયે સ્થળ પર જઇને હાજરી પુરવી પડશે. તેઓ દ્વારા પોતાના મોબાઇલમાં હાજરી પુરવાની સાથે પાલિકાના સર્વર પર રીઅલ ટાઇમ ડેટા પહોંચી જશે. તેમાં કર્મચારી કઇ જગ્યા પર કેટલા વાગે છે તે તેની જાણકારી જીપીએસ અને જીઆઇએસથી સર્વરમાં આપોઆપ અપલોડ થઇ જવાને લીધે કર્મચારી અન્ય જગ્યા પર હશે તો તાત્કાલિક તેની જાણકારી ઉપરી અધિકારીને મળી રહેશે. જેથી ફિલ્ડ સ્ટાફ સવારે 8:30 કલાકે ફિલ્ડ પર પહોંચવાને બદલે જે પણ જગ્યા પરથી હાજરી પુરશે તેની જાણ થતા કર્મચારી નક્કી કરેલા સ્થળે અને સમયે ચોક્કસ પહોંચવું પડશે. નહીં તો તેની સામે શિક્ષાત્મક પગલાં પણ ભરી શકાશે.

આધારકાર્ડને GPS અને GIS સાથે જોડી દેવામાં આવશે

હાજરી પુરવા માટે મહાપાલિકા અનોખી સિસ્ટમ લાવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો