Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાઘેચામાં તાપીમાં નાહવા પડેલા સુરતના 6 યુવકમાંથી 2 ડૂબી ગયા
સુરતનાલીંબાયત વિસ્તારના યુવાનો રવિવારે બારડોલી તાલુકાના વાઘેચા ગામે મહાદેવ મંદિરે આવ્યા હતા. ત્યાંરબાદ મહાદેવના દર્શન કરી તાપી નદીમાં નાહવા ઊતર્યા હતાં. જેમાં બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જયાંરે ચાર યુવાનો બહાર નીકળી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમને જાણ કરતા શોધ ખોળ હાથ ધરી હતી. અને રાત્રીના બંન્ને યુવાનની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત હકીકત મુજબ સુરતના લીંબાયત નગર ઉધનાના 6 યુવાનો રવીવારની રજાના દિવસે મોટરસાયકલ પર ફરતા ફરતા સાંજના બારડોલી તાલુકાના વાઘેચા ખાતે મહાદેવ મંદિરમાં આવ્યા હતા. જયાં દર્શન કરી 5:00 વાગ્યે મંદિરની બાજુમાંથી પસાર તાપી નદીના પાણીમાં નાહવા ઉતર્યા હતા. અને અચાનક ભરત રાજેન્દ્રભાઇ મરાઠી(23) રહે, 125, સંજયનગર,સર્વે નં.1/2,લીંબાયત ઉધના સુરત અને શૈલેષ શિવાજીભાઇ પાટીલ(21) રહે, સંજયનગર,બ્લોક નં. 184, લીંબાયત ઉધના સુરત ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. જયાંરે ચાર યુવાનો પાણીની બહાર નીકળી બચાવાની બૂમ મારી હતી. હકીકત અંગે કડોદ ઓપીના જમાદારને જાણ થતાં તાત્તકાલિક સ્થાનિક તરવૈયાને બોલાવી શોધખોળ હાથ ધરી હતી. જ્યાંરે બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં સ્થળ પર આવી શોધખોળ શરૂ કરી હતી. જોકે અંધારૂ થઇ જવા છતાં પાણીમાં શોધવાનું ચાલુ રાખતા ડૂબેલા બંન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતાં. બારડોલી પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
રવિવારની રજા હોવાથી ફરવા માટે ગયા હતા
તાપીનદીના પાણીમાં ડૂબેલા લીંબાયતના બંન્ને યુવાનો સુરતની અંબાજી માર્કેટમાં કપડાની દુકાનમાં નોકરી કરતા હતાં. રવીવારની રજા હોવાથી અન્ય મિત્રો સાથે ફરવા જવાનું નક્કી થયુ હતું.
ચારેય યુવકોનો બચાવ થયો હતો
{રાજુ બબનભાઇ સીંન્ધે
{ આકાશ સંજયભાઇ લોઢે
{ રાહુલ રાજુભાઇ પાટીલ
{ અજય યશવંતભાઇ લોઢેં
{ તમામ રહે, લીંબાયત વિસ્તાર,ઉધના-સુરત
લિંબાયતથી બાઇક પર રજા માણવા નીકળ્યા હતા
મહાદેવ મંદિરે દર્શન કરી નાહવા ઊતર્યા હતા