Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વરાછામાં સામૂહિક દુષ્કર્મ કેસમાં છેલ્લો આરોપી ઝડપાયો
વરાછામાંશનિવારે વહેલી સવારે પરિણીતાના ઘરમાં ઘુસીને સામુહિક દુષ્કર્મ આચરનાર ત્રણેય હવસખોરોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા.
વરાછામાં લાભેશ્વર વિસ્તારમાં સજ્જનકુમાર (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં ભત્રીજો અને તેની પત્ની 19 વર્ષિય મમતા( નામ બદલ્યું છે) છે. શુક્રવારે રાત્રે સજ્જનકુમાર નોકરી પર ગયો હતો. ઘરે મમતા અને તેનો ભત્રીજો એકલા હતા. શનિવારે સવારે આશરે 4થી 5 વાગ્યા દરમિયાન પડોશમાં રહેતા બે જણા તેમના એક મિત્ર સાથે મમતાના ઘરમાં ઘુસી ગયા હતા.ત્યાં ભત્રીજાને સામેના રૂમમાં ગોંઘીને ત્રણેયે વારાફરતી મમતા પર દુષ્કર્મ આચર્યું હતું. સવારે ઘરે આવેલા સજ્જનકુમારને મમતાએ વાત કરી હતી. સજ્જનકુમારે બપોરે વરાછા પોલીસ મથકમાં આરોપી સોનુ રામજી કુસ્વાહા(રહે. જવાહરનગર,લમ્બે હનુમાન રોડ વરાછા),પપન રોશનસિંગ કુસ્વાહા(રહે.જવાહરનગર, લમ્બે હનુમાન રોડ) અને જીતેશ ઉર્ફ જીતેશ બટકો મુરારીલાલકુસ્વાહા(રહે.કોસાડ આવાસ અમરોલી) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. રવિવારે વરાછા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.