તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસમાં એક સાથે ચાર મકાનના તાળા તુટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડ઼ુમસમાંતસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. શનિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ચાર મકાનના તાળા તોડી બે મકાન માંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી જ્યારે બે મકાન માંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સવારે ચોરીની જાણ થતા રહીશોએ ડુમસ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પીપલોદ પ્રગતીનગર ખાતે રહેતા પ્રેમીલાબેન રોહીતભાઈ ખલાસી ડુમસ ખાતે આવેલા બંધ મકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહીત રૂ.27,500ની મત્તાની ચોરી કરી હતી. તેવી રીતે ડુમસ ના ન્યુ આમલી ફળીયામાં રહેતા માધુરીબેનના મકાનના દરવાજાનો પણ નકુચો તોડી તેમને ત્યાંથી ચાંદીના દાગીના સહીત રૂ.1300ની મત્તાની ચોરી કરી હતી . ઉપરાંત પણ ડુમસગામમાં અન્ય બે મકાનોના પણ તાળા તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. સવારે ચોરીની જાણ થતા પ્રેમીલાબેન તેમજ અન્યોએ ડુમસ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોડી રાત્રે ગામમાં એક કારની હીલચાલ શંકાસ્પદ હોવાથી તસ્કરો કારમાં આવ્યા હોવાની તેમજ અલુણા નિમીત્તે સુકોમેવો તેમજ ભંગાર ખરીદવાના બહાને આવેલા અજાણ્યાઓએ રેકી કર્યા બાદ ચોરી કરી હોવાની ગામવાસીઓએ શંકા વ્યક્ત કરી હતી.

2 મકાનમાં દાગીના અને રોકડની ચોરી, 2 મકાનમાં ચોરીનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો