તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે રવિવારીય પ્રવચન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે રવિવારીય પ્રવચન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે રવિવારીય પ્રવચન શ્રેણીમાં ચાતુર્માસ નિશ્રાદાતા પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબે જણાવ્યું કે, જીવનમાં સારા દેખાવા સંપત્તિની અને સારા બનવા માટે સંયમની જરૂર છે. સંસાર દુ:ખથી ભરેલો છે. સંબંધો સ્વાર્થથી ભરેલા છે, શરીર રોગોથી ભરેલુ છે તમારું મન ધર્મથી ભર્યું ભર્યું રાખો. લાખ રૂપિયા હશે પણ સંસ્કાર નહિ હોય તો લાખને ખાક થતા વાર નહિ લાગે. દેહથી સંસાર છૂટે તેનુ નામ ત્યાગ અને દિલથી સંસાર છૂટે તેનુ નામ વૈરાગ્ય છે. કહ્યું છેકે, ત્યાગ ટકે વૈરાગ્ય વિના અને વૈરાગ્ય ટકે જ્ઞાન વિના. બોડી જમાવવા શિયાળો સારો, બિઝનેસ જમાવવા ઉનાળો અને બ્રેઇનવોશ કરવા માટે ચાતુર્માસ બેસ્ટ છે.

સારા બનવા માટે સંયમની જરૂર છે: ધીરજમુનિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો