તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આચાર્ય વિમલસાગર મહારાજના આજથી ઓજસ્વી પ્રવચનનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્ય વિમલસાગર મહારાજના આજથી ઓજસ્વી પ્રવચનનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાણીતાક્રાંતિકારી પ્રવચનકાર જૈનાચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજનાં સોમવારથી નિયમિત ઓજસ્વી પ્રવચનો પ્રારંભ થઇ રહ્યા છે. ભટાર ખાતે આવેલ આશિર્વાદ પેલેસનાં ગેટ-3ની સામે આવેલ વિશાળ મેદાનમાં તૈયાર કરવામાં આવેલી બુદ્ધિ-વીર વાટીકામાં રોજ સવારે 9 થી 10 કલાક સુધી પ્રવચન રૂપીજ્ઞાનની નિર્મળ ગંગા વહેશે. અત્યાર સુધી દેશના 8 રાજ્યોમાં 68000 કિલોમીટરની પદયાત્રા કરી 8000થી વધુ પ્રવચનો આપી આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજ હજારો લોકોની જિંદગીમાં અજવાળા પાથરી ચુક્યા છે. સુરતમાં પહેલીવાર તેમના ઓજસ્વી પ્રવચનો અને ક્રાંતિકારી વિચારોનો લાભ મળશે. હિન્દી ભાષા, ધારા પ્રવાહ પ્રસ્તૃતિ, તર્કબુદ્ધ વિશ્લેષણ, પુરાતન વાતાને આધુનિક રૂપે રજૂ કરવાની કુશળતાએ એમના પ્રવચનોની વિશેષતાઓ છે. સોમવારથી ચાતુર્માસનો વિધિવત પ્રારંભ થઇ રહ્યો છે. ચાતુર્માસમાં અનેકવિધ અનુષ્ઠાન પૂજનો, વિવિધ પ્રકારની તપારાધનાઓ, શિબિરો, સેમિનારો, બાળકો અને યુવાવર્ગ માટે નિયમપત્રકની ઇનામી યોજના તેમજ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક ઇત્યાદિ સાધનાઓ આદિનાં આયોજન થશે.

ચાતુર્માસથી શરૂ થતા પ્રવચનોથી લાભાન્વિત થશે. રવિવારે આશિર્વાદ પેલેસના વી ટાવરમાં 2000થી વધુ ભાવિકોએ જૈનાચાર્યનાં દર્શન - વંદન કરી વાસક્ષેપ દ્વારા આશિર્વાદ ગ્રહણ કર્યા હતા. આચાર્ય વિમલસાગર મહારાજે જણાવ્યું હતું વૈદિક તથા જૈન પરંપરામાં ચાતુર્માસ ધર્મ જાગરણનો મહાન અવસર છે. ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ તેમજ સામાજિક ઉત્કર્ષના મહત્તમ યોગો પ્રાપ્ત થાય છે. બંને ધર્મ પરંપરાઓમાં ચાતુર્માસનો કાળ પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ, પુણ્ય પ્રવૃત્તિથી પ્રકૃતિના અવસર પ્રદાન કરે છે.

દેશનાં 8 રાજ્યોમાં 68000 કિમીની પદયાત્રા કરી 8000થી વધુ પ્રવચનો આપ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો