તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘સુખના સમયે જીવનની શક્તિનો વિનીપાત થાય છે’ : પદ્મદર્શનજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સુખના સમયે જીવનની શક્તિનો વિનીપાત થાય છે’ : પદ્મદર્શનજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ મુનિવરોની પાવન નિશ્રામાં રવિવારીય ધર્મસભાનું આયોજન થયું હતું જેમા પદ્મદર્શનજીએ જણાવ્યું કે, સુખ અને દુ:ખ આપણા જીવનની ઘટના છે. ઘટનાને સાક્ષીભાવે જોયા કરો. સુખ અને દુ:ખ તમારા જીવનનું સર્વસ્વ નથી. સુખનાં સમયમાં શક્તિનો વિનીપાત થાય છે. સુખ આવતાની સાથે પુણ્યની બેલેન્સ ઓછી થાય છે. દુ:ખનાં સમયમાં ભીતરી શક્તિઓ બહાર આવે છે. આપણો આત્મા અનંત શક્તિનો ઘુઘવાટ કરતો મહાસાગર છે. અત્યાર સુધી આપણી પાસે નહીં વપરાયેલ શક્તિ એમની એમ પડી છે. વિકલ્પોની માયાજાળમાં ફસાયેલ વ્યક્તિ ભીતરી શક્તિઓનો સદુપયોગ કરી શક્તો નથી. શક્તિઓને સન્માર્ગે વાળવાની જરૂર છે. સુખ અને દુ:ખની ઘટમાળમાં માનવ પોતાનુ મૂલ્યવાન જીવન પૂર્ણ કરી નાંખે છે.દુ:ખનાં સમયમાં શક્તિનો વિસ્ફોટ થતો હોય છે સુખનાં સમયમાં સત્તાની સજાવટ સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ અને સંતતિની જમાવટમાં આજનો મોટાભાગનો વર્ગ પોતાનું જીવન ધમરોળી રહ્યો છે.

ભ્રમણાના જગતમાં ભુરાંટો બનેલો આજનો માનવ સુખની શોધમાં સતત પ્રયત્નશીલ છે. જેમ હરણીયું કસ્તુરીની શોધમાં જંગલમાં સતત દોડે છે પણ દોડધામમાં જીવન સમાપ્ત કરી નાંખે છે. પ્રાપ્ત કાંઇ કરી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો