તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મૂર્તિ વિસર્જન મુદ્દે પોલીસ કમિશનરનો અને એનજીટીનો હુકમ વિરોધાભાસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂર્તિ વિસર્જન મુદ્દે પોલીસ કમિશનરનો અને એનજીટીનો હુકમ વિરોધાભાસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દરવર્ષે તાપીમાં ગણેશ વિસર્જનનાં દિવસે મોટી સંખ્યામાં પીઓપીની મૂર્તિનું તાપીમાં વિસર્જન કરી દેવામાં આવે છે. તાપીમાં પ્રદૂષણ થાય તે માટે પીઓપીની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનો હૂકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે છે અને પાલિકા પણ આવા કૃત્રિમ તળાવો બનાવે છે. જોકે, પોલીસ કમિશનર દ્વારા કરાયેલ હૂકમ નેશનલ ગ્રીન ટ્રીબ્યુલનનાં હૂકમ સાથે સુસંગત હોવાનું સુરત સિટીઝન કાઉન્સીલ તરફથી જાણવા મળી રહ્યું છે.

સુરત સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ તરફથી 2014માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી તથા વર્ષ 2015માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેર્સ્ટન ઇન્ડિયા બેન્ચ પૂણેમાં પણ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી અને બેન્ચ દ્વારા તા.15-10-2015નાં રોજ તમામ મૂર્તિઓનું વિસર્જન પાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવોમાં કરવામાં આવે તો તેવો હૂકમ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એનજીટીનાં હૂકમનો ભંગ કરવામાં આવ્યો હતો. વર્ષે પણ સુરત પોલીસ કમિશનર તરફથી તા.22 જૂનનાં રોજ એક જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા અને માટીની મૂર્તિઓનું તાપી નદીમાં વિસર્જન કરવા જણાવ્યું છે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં હૂકમ સાથે સુસંગન નથી. થકી સુરત સિટીઝન્સ કાઉન્સીલ દ્વારા તાપીમાં પ્રતિમાઓનું વિસર્જન કરવા અપિલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો