તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મિલેનિયમ અને કોહીનૂર માર્કેટના બે વેપારી દલાલે 21 લાખની ઠગાઈ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલેનિયમ અને કોહીનૂર માર્કેટના બે વેપારી-દલાલે 21 લાખની ઠગાઈ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિંગરોડની મિલેનિયમ માર્કિટ અને કોહીનૂર માર્કેટમાં બે વેપારી અને એક દલાલએ મળીને ત્રણ વેપારીઓને 21 લાખનો ચૂનો ચોપડીને દુકાન અને ઘર બંધ કરીને પલાયન થઈ ગયા હતા. જેને પગલે વેપારીઓએ સલાબતપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં સુરભી અને મહેશ્વરી સારીઝ નામથી ભાડેથી અનિલ અરવિંદ શેઠે દુકાન ખોલી હતી. બે વર્ષ પહેલા વેપારી અનિલ શેઠે બે વેપારીઓમાં સુરેન્દ્ર જૈન અને રાહુલ જૈન પાસેથી લાખોની સાડીઓનો રૂ.12.13 લાખનો માલ ક્રેડીટ પર લીધો હતો. વેપારીએ લાખોના નાણા આપવામાં ગલ્લા તલ્લા કરી દુકાન અને ઘર બંધ કરીને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. સલાબતપુરા પોલીસે વેપારીની ફરિયાદ લઈને અનિલ અરવિંદ શેઠ સામે ગુનો નોંધ્યો હતો.

ઉપરાંત કલકતાના એક વેપારીએ કોહીનૂર માર્કેટમાં ભાડેની દુકાનમાં કાપડનો ધંધો શરૂ કરી ગ્રે-કાપડના વેપારી સુખદેવ ઠુંમર પાસેથી રૂ.9.33 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડીટ પર લીધો હતો. બાદમાં લાખોની રકમ ચુકવણી કર્યા વગર દુકાનના શટર પાડીને કલક્તા રવાના થઈ ગયો હતો.

કલકતાના વેપારીની સાથે કાપડ દલાલ સંડોવણી હતી, જેને પગલે સલાબતપુરા પોલીસે વેપારીની ફરિયાદ લઈને કલકતાના વેપારી પકંજ હરિકિશન રંગરસીયા તથા દલાલ રાકેશ સીતારામ શર્માની સામે ગુનો દાખલ કર્યા હતો.

3 વેપારીઓનાં નાણાં સલવાયાં, ત્રણે ગઠિયા દુકાન અને ઘરોને તાળાં મારી પલાયન થઈ ગયા, એક ઠગ કલકત્તાનો રહેવાસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો