તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાં ભયની અસર, લોકો ઊંઘમાંથી ઝબકીને ભાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં ભયની અસર, લોકો ઊંઘમાંથી ઝબકીને ભાગ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારેવહેલી સવારે 9.24 વાગ્યાના અરસામાં ત્રણેક સેકન્ડ સુધી શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં મોટા ભાગના વિસ્તારોમાં લોકો માર્ગ પર ઉતરી આવ્યા હતા. રજાનો દિવસ હોવાથી ઘણાં લોકો ઊંઘમાંથી ઉઠીને બહાર દોડવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 મેગ્નિટ્યૂડ નોંધાઈ હતી તો એપી સેન્ટર કામરેજ પાસે ભાદા ગામે નોંધાયું હતું.

ભૂકંપના આંચકા આખા દક્ષિણ ગુજરાતમાં અનુભવાયા હતા. જેમાં હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોમાં રહેનારાઓને તીવ્ર અસર અનુભવાઇ હતી. શહેરના સિટીલાઇટ, ઘોડદોડ, પીપલોદ, પાલ, અડાજણ, અમરોલી, વરાછા, કતારગામ વગેરે વિસ્તારોના એપાર્ટમેન્ટોના ઘણા લોકો કામ પડતું મુકીને જીવ બચાવવા સડસડાટ નીચે આવી ગયા હતા.

હાલની બંને ફોલ્ટલાઇન વર્ષોથી નિષ્ક્રિય છે

ભૂકંપનું એપી સેન્ટર કામરેજ તાલુકાનું ભાદા ગામ હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણકારી મળતાં ભાદા ગામે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી, સર્કલ ઇન્સપેક્ટરનો સ્ટાફ પહોંચી ગયો હતો. જ્યાં ગામના જુદા જુદા ફળિયામાં રહેતા લોકોનો સંપર્ક કરી મુલાકાત લઈ ગામ લોકોને પૂછપરછ કરી હતી. જો કે, નવાઈની વાત છે કે ભાદા ગામે ભૂકંપની કોઈ ખાસ અસર થઈ નથી. ગામમાં કોઈએ આંચકા પણ અનુભવ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ભાદા ગામ પાસેનું એપી સેન્ટર સુરતથી 14 કિમી દૂર હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ઇન્ડિયન સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું.

^ હું મિત્રો સાથે બહાર નાસ્તો કરવા ગયો હતો ત્યારે ઘણા લોકો બિલ્ડિંગમાંથી નીચે આવવા લાગ્યા ત્યારે જાણ થઇ કે ભૂકંપ છે. > કુશઅગ્રવાલ, ઉમાભવન, ભટાર

^ સવારે અચાનક પલંગ પર હાલવા લાગ્યો. મને એમ કે ચક્કર આવતા હશે, પરંતુ ઉઠીને પૂછયું તો ખબર પડી કે ભૂકંપન હતો. >અજીત પાંડે,ભટાર

એપી સેન્ટર હોવા છતાં ભાદા ગામમાં કોઈને ભૂકંપ આવ્યાની ખબર પણ પડી!

^ આપણે ત્યાં ભૂકંપની બે ફોલ્ટ લાઇન છે, જે હાલ નિષ્ક્રિય છે. સુરતની જે ફોલ્ટ લાઇન છે તે વલસાડ, બીલીમોરાથી સાપુતારા સુધી જાય છે અને બીજી ફોલ્ટલાઇનનો છેડો ઓલપાડથી ૩૫ કિ.મી. દૂર દરિયામાં છે. જો કે, હાલમાં બંને ફોલ્ટ લાઇન નિષ્ક્રીય છે. ભાદા ગામે નવી ફોલ્ટ લાઈન હોઈ શકે છે, જે મુદ્દે રિસર્ચ સેન્ટર વધુ તપાસ કરશે. સરપંચથી લઈ ઘણા લોકો સાથે વાતચીત થઈ છે. ગામમાં ક્યાંય પણ કોઈ નુકસાન નથી. અંગે સ્થળ તપાસ કરી કલેક્ટરને પણ રિપોર્ટ મોકલી આપ્યો છે. > વાય.બી.ઝાલા, પ્રાંતઅધિકારી, કામરેજ

2001ની યાદ તાજી થઈ

રવિવારેશહેરીજનોને 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ભયાનક ભૂકંપની યાદ તાજી થઇ ગઇ હતી. લોકોએ પોતાના સ્વજનોના સમાચાર પૂછવા માટે ફોનનો મારો શરૂ કરી દીધો હતો. રસ્તા પર આવતાં જતાં અને રવિવાર હોવાથી સવારમાં નાસ્તો કરવા નિકળેલા લોકો એક વાત કરી રહ્યા હતા કે 2001માં પણ વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. જો કે, તેની તીવ્રતા ભયાનક હતી.

સુરતમાં નુકસાન નથી

^કામરેજ તાલુકાનું ભાદા ગામ એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યુ હતું. તેની સાથે પ્રાંત અને મામલતદારને ગામમાં અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા માટે સૂચના આપી હતી. શહેરમાં ક્યાંય પણ કોઈ નુકસાન થયું નથી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. > મહેન્દ્રપટેલ, કલેક્ટર,સુરત

જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણકારી મળતાં ભાદા ગામે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી, સર્કલ ઇન્સપેક્ટરનો સ્ટાફ પહોંચી ગયો હતો અને સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી માહિતી મેળવી હતી. જો કે, ગામમાં કોઈએ આંચકા પણ અનુભવ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું.

ગભરાયેલા ઘણા લોકો ખબરઅંતર પૂછવા સગાસંબંધીઓને કોલ કરવા લાગ્યા, ફાયરબ્રિગેડ પર પણ કોલનો મારો, સોશિયલ મીડિયામાં પણ ગરમાટો

કામરેજના ભાદા ગામે એપી સેન્ટર, ભૂકંપથી હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોમાંથી લોકો નીચે દોડી આવ્યા, ત્રણેક સેકન્ડ સુધી કંપનનો અનુભવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો