ઉધારીમાં કાપડ ખરીદી 36.45 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાવિસ્તારમાં રહેતા અને વરાછા પટેલ નગરમાં લેસ કાપડનો વેપાર કરતા વેપારી પાસેથી બે ઠગોએ ઉધારીમાં 36.45 લાખનું લેસ કાપડ ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા વગર ભાગી જતાં વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુળ અમરેલીના દેવડિયા ગામના વતની નરેશ સાવલિયા સુરતમાં વરાછામાં એ. કે. રોડ પર મણીનગર સોસાયટીમાં રહે છે. તેઓ લેસ કાપડનો વ્યવસાય કરે છે અને પટેલનગરમાં કારખાનું છે. એપ્રિલ 2016માં નરેશ પાસેથી આરોપીઓ મુકેશ અને સુરેન્દ્ર (બંને રહે. ટાગોર ગલી, ગાંધીનગર, દિલ્હી) ઉધારીમાં નરેશ પાસેથી 36.45 લાખ રૂપિયાનું લેસ કાપડ ખરીદ્યું હતું. નરેશે અહીંથી દિલ્હી માલ મોકલી આપ્યો હતો. તેનું પેમેન્ટ એક મહિનામાં કરી દેવાનો વાયદો કર્યો હતો. તેમ છતાં ગઠિયાઓએ રૂપિયા ચુકવ્યા હતા. નરેશ ગઠિયાઓએ ફોન કરીને રૂપિયાની માંગણી કરતા ગઠિયાઓઅે કહ્યું હતું કે મેં તુઝે કોઇ પેમેન્ટ દેનેવાલા નહીં હું. એવું કહીને છેતરપિંડી કરી હતી. નરેશે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે મુકેશ અને સુરેન્દ્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

‘મૈં તુઝે કોઇ પેમેન્ટ દેનેવાલા નહીં હૂં’

અન્ય સમાચારો પણ છે...