તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેડિઝ વીંગમાં સાઇનસાઇટિસ પર ટોક યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધીસાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ લેડિઝ વીંગ દ્વારા ‘કોમન હેલ્થ પ્રોબલ્મ્સ ઈન સાઈનસાઈટિસ’ પર ઈન્ટરેક્ટિસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ટરેક્ટિવ સેશન 2 ઓક્ટોબરનાં રોજ સવારે 10.30 કલાકે સુરત ચેમ્બર ઓફ કોમર્સ, સમૃધ્ધિ બિલ્ડીંગ, નાનપુરા ખાતે યોજાશે. જેમાં ઈએનટી ગોલ્ડમેડાલિસ્ટ ડૉ. દર્શન ઝવેરી સાઈનસાઈટિસ હેલ્થ પ્રોબલ્મ્સ વિશે માહિતી આપશે અને સાઈનસાઈટિસથી બચવા માટેની ટિપ્સ શેર કરશે. ચાળીસી પછી સ્ત્રીઓને સાઇનસની તકલીફ વધી જાય છે. તકલીફમાંથી બહાર કઇ રીતે આવી શકાય અને મેનોપોઝ દરમિયાન સાઇનસને કઇ રીતે દૂર રાખી શકાય વિશે પણ સેશનમાં વાત કરવામાં આવશે. ડૉ. દર્શન ઝવેરી એન્ડોસ્કોપિક સાઈનસ અને સ્કુલ બેઝ સર્જરીનાં ફેલોશીપ છે. હેલ્થ ટોકમાં કોઈપણ સુરતી વિનામૂલ્યે ભાગ લઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...