તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડચ સિમિટ્રીની દિવાલ પર ચિત્રો દોરો અને ઇનામ જીતો

ડચ સિમિટ્રીની દિવાલ પર ચિત્રો દોરો અને ઇનામ જીતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Next

event


ડચસિમિટ્રીની વોલ પર પેઇન્ટિંંગ કરીને દિવાલને ખૂબસુરત બનાવવા માટે એલાયન્સ ક્લબ ઓફ સાંઇકુંજ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કુંજગલી કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા વોલ પેઇન્ટિંગ કોમ્પિટીશન યોજાઇ છે. પેઈન્ટિંગ કોમ્પિટિશન 2 ઓક્ટોબરનાં રોજ બપોરે 12.00 કલાકે ઐતિહાસિક ડચ સિમેટ્રી ખાતે યોજાશે. જેમાં સ્પર્ધકે સ્વચ્છ ભારત-સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, પર્યાવરણ બચાવો, ગ્લોબલ વોર્મિંગ, કેન્સર એક બિમારી, વ્યસન મુક્તિ, સ્વાતંત્ર્ય સંગ્રામ અંર્તગત એક ચિત્ર, સ્ત્રીભ્રુણ હત્યા, વૃક્ષ જતન આબાદ વતન, રાષ્ટ્રીય એકતા વગેરે થીમમાંથી કોઈ એક થીમ પર ચિત્ર દોરવાનું રહેશે. જેના માટે સંસ્થા તરફથી ઓઈલ કલર આપવામાં આવશે અને વોલ તૈયાર કરી આપવામાં આવશે. સ્પર્ધામાં 18 થી 30 વર્ષ ઉંમર ધરાવતા કોઈપણ સુરતી ભાગ લઈ શકે છે.

લાયન્સ ક્લબ, કોર્પોરેશન દ્વારા 2જીએ વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાશે-જુદી જુદી થીમ પર દોરી શકાશે ચિત્રો
અન્ય સમાચારો પણ છે...