• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રસ્તે ખાવાનું મળતું નથી ને અમારી પાસે બચ્યું નથી

રસ્તે ખાવાનું મળતું નથી ને અમારી પાસે બચ્યું નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ પીછો છોડતો નથી, ઓઇલ બોક્સ ડેમેજ થયું,પેટ્રોલ ગેલેન લીક થયું પણ અમે હિંમત હારતા નથી

રાઇડ શરૂ કરી ત્યારથી મુશ્કેલી કોઇ બિલાડીની જેમ આડી ઉતરે છે પણ અમે હિંમતથી બધી મુશ્કેલીની પસાર કરી જઇએ છીએ. બાઇક પર ગુહાટી પહોંચેલી સારિકા મહેતા સાથે અમે વાત કરી ત્યારે એનાં અવાજમાં એનાં પ્રવાસનો સ્હેજ પણ થાક વર્તાતો ન્હોતો. સુરતની ચાર મહિલા બાઇક રાઇડર્સ ‘બેટી બચાવો, બેટી પઢાવો’નાં સંદેશ સાથે બાઇક પર દસ દેશોમાં ફરવાની છે. એમણે હજી પંદર દિવસનો પ્રવાસ કાપવાનો છે. વરસાદ એમનાં રસ્તામાં બાધારૂપ બની રહ્યો છે પણ પારકા દેશનાં અજાણ્યા રસ્તાઓ પર મહિલાઓની હિંમત વરસાદ કરતાં પણ વધારે જોરથી વરસી રહી છે. વાંચો, સિટી ભાસ્કર માટે સારિકા મહેતાએ ખાસ લખેલી ટ્રાવેલ ડાયરી. વિશેષ અહેવાલ : જલ્પેશ કાળેણા

લેન્ડસ્કેપ થયું ને 2 કલાક વેડફાયા

તારીખ : 13મી જૂન

તમારીપાસે હિંમત હોય ત્યારે મુશ્કેલીઓને તમારી પરીક્ષા લેવાની મજા પડે છે. સોનબ્રુપથી નીકળ્યા ત્યારે બધે ધુમ્મસનાં જાળા બાઝી ગયાં હતા. દસ ડગલા આગળ પણ માંડ જોઇ શકાતું હતું. રસ્તામાં બે લેન્ડસ્કેપ પડ્યા હતાં, જ્યાં બે કલાક વેડફાયા. ખૂબ ભૂખ લાગી હતી અને રસ્તામાં કોઇ રેસ્ટોરન્ટ દેખાતી ન્હોતી. આજે અમે અમારી પાસેનો બધો નાસ્તો ખાઇ ગયા. હવે ખાવા માટે અમારી પાસે કંઇ બચ્યું નથી.

..અને પેટ્રોલ ખલાસ થઇ ગયું..!!

તારીખ : 12મી જૂન

આજનોદિવસ જુદી ચુનૌતી સાથે ઉગ્યો હતો. બાઇક પર આખી નદી પસાર કરવાની હતી. વરસાદને પણ અમારો પીછો કરવાની મજા આવી રહી હોય એવું લાગે છે. દોઢસો કિમી માંડ ગયા ત્યાં તો પેટ્રોલ ભરવાનું ગેલેન લીક થયું અને બધું પેટ્રોલ ઢોળાઇ ગયું. મને ચિંતા થઇ આવી. ક્યાંય પેટ્રોલપંપ દેખાતો ન્હોતો. ભગવાનનું નામ લઇ બાઇક ચલાવી. જ્યાં પહોંચવાનું હતું એનાં બે કિમી પહેલા પેટ્રોલ પંપ દેખાયો. લાગ્યું કે બચી ગયા.

બાઇક ચલાવી ત્યાં રસ્તા ન્હોતા

તારીખ : 11મી જૂન

થીમ્પુથીસાડા સાતે રાઇડ શરૂ કરી ત્યારે ખબર પડી ગઇ હતી કે રાઇડ મારી જીંદગીની સૌથી અઘરી રાઇડ બની જવાની છે. અમારે જ્યાં બાઇક ચલાવવાની હતી ત્યાં રસ્તા ન્હોતા. વરસાદને કારણે ખૂબ કીચડ હતો. બાઇક પથ્થર સાથે અથડાઇ અને ઓઇલ બોક્સ ડેમેજ થઇ ગયું. જાતે રિપેર થાય એમ ન્હોતું. માંડ માંડ મિકેનિક શોધ્યો અને રિપેર કરાવ્યું. 195 કિમી કાપીને ટ્રોંગ્સા પહોંચ્યા ત્યારે રાતનાં 8 વાગી ગયાં.

વરસાદે ગિઅર પણ પાડવા દીધા

તારીખ : 6ઠ્ઠી જૂન

આજેપહેલો દિવસ હતો પણ ખૂબ તકલીફ પડી. રાઇડ ચાલુ કરી ત્યારે વરસાદ પણ ચાલુ થયો. વોટરપ્રુફ કપડાં પહેર્યા હતા તો પણ અમે ભીના થઇ ગયાં. ખૂબ ઠંડી લાગી રહી હતી પણ અમે ડ્ાઇવ કર્યું જ. વરસાદને કારણે ગિઅર પાડવાની પણ મુશ્કેલી પડી રહી હતી. આગળ બધું ધૂંધળું દેખાઇ રહ્યું હતું પણ અમારે અમારા સપનાંને ધૂંધળું થવા દેવું ન્હોતું. બરસાડી પહોંચ્યા ત્યારે એટલાં થાકી ગયાં કે સીધાં ઊંધી ગયા.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...