મહિલાઓના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને ધમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનપુરામાંમહિલાઓના ઝઘડામાં સમજાવવા ગયેલા યુવકના લમણે રિવોલ્વર ટેકવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી. યુવકની માતા અને પત્નીને માર માર્યો હતો. બનાવ અંગે યુવકે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાનપુરા માછીવાડ નાતાલી ગલી ખાતે રહેતા જીતેન્દ્રભાઈ શંકરભાઈ રેતીવાલા ટ્રેડિંગનો ધંધો કરે છે. રવિવારે રાત્રે તેમનાં ફોઈના પુત્ર વિપુલની પત્ની યામીની તેમજ તેમના ઘરની સામે રહેતા ધવલ બાગીયાની પત્ની વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો. જેથી જીતેન્દ્રભાઈ બંનેને સમજાવવા ગયા હતા. ત્યારે ધવલ બાગીયા તેમની નજીક ધસી આવ્યો હતો અને રિવોલ્વર જેવું હથિયાર કાઢી જીતેન્દ્રભાઈના માથાના ભાગે ટેકવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમની માતા તેમજ પત્નીને માર મારી નાશી છુટ્યો હતો. બનાવ અંગે જીતેન્દ્રભાઈએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...