• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 4 ટકાની કટકી બંધ થઈ જતાં વેટના રિફંડ અટવાયાં, વેપારીઓ પરેશાન

4 ટકાની કટકી બંધ થઈ જતાં વેટના રિફંડ અટવાયાં, વેપારીઓ પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકપાર્ટીની સરકારની કામકાજ કરવાની રીતભાત કેટલીક વિપરીત છે તેનો તાજો દાખલો રિફંડની પ્રોસેસ પરથી સામે આવ્યો છે. એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર હસ્તકના સર્વિસ ટેક્સ વિભાગમાં રિફંડ સીધું બેન્કમાં જમા થવાની શરૂઆત થઈ છે અને સર્વિસ ટેક્સ પેયર્સ રેગ્યુલર રિફંડ મેળવી રહ્યા છે ત્યાં બીજી તરફ રાજ્ય સરકાર હસ્તક આવતા વેટ વિભાગમાં છેલ્લાં એક વર્ષથી વેપારીઓ રિફંડ માટે રીતસરના વલખાં મારી રહ્યા છે. વેટ કમિશનરનો આદેશ હોવા છતાં રિફંડ એકાઉન્ટમાં જમા થયું નથી. કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન પણ રજૂઆત કરી-કરીને થાક્યું છે હવે નાણામંત્રીને રજૂઆત કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

વેટમાંવિચિત્ર સ્થિતિ

વેટમાં1 વર્ષથી રિફંડની બૂમ ઊઠી છે. કોમર્શિયલ ટેક્સ બાર એસોના સૂત્રો કહે છે કે મોટી કંપનીઓને બાદ કરતાં નાના વેપારીઓનું સાઉથ ગુજરાતમાં 60 કરોડનું રિફંડ અને સમગ્ર ગુજરાતમાં રૂ 300 કરોડનું રિફંડ અટવાયું છે. રિફંડ છૂટું કરવા વેટ કમિશનરના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા છે

ખાતામાં જમા કરવાની સિસ્ટમ સારી

^હવેવેટ વિભાગમાં રિફંડ સીધું સર્વિસ ટેક્સ પેયર્સના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જાય છે, જે સિસ્ટમ સારી છે. તેનાથી પારદર્શકતા વધશે અને બધાને ફાયદો થશે.’ > હાર્દિકશાહ, સી.એ.

રિફંડ માટે નાણામંત્રીને રજૂઆત કરાશે

^‘સ્થાનિક અધિકારીઓ રિફંડના કામો હાથ પર લેતા નથી. છેલ્લાં એક વર્ષથી રિફંડ અટવાયા છે. હવે નાણામંત્રીને રજૂઆત કરવી પડે એવી સ્થિતિ છે.’ > પ્રશાંતશાહ, પ્રમુખ,ટેક્સ બાર એસો.

6 કરોડની ઉપલી આવક બંધ થતા અધિકારી રઘવાયા બન્યા

રિફંડસીધું બેન્કમાં જમા થવાનું હોવાથી સર્વિસ ટેક્સ અધિકારીઓના ચહેરા પરથી લાલી ગાયબ થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટના સૂત્રોએ કહ્યું કે રિફંડ પર 4 ટકા કમિશન લેવાતું હતું. સર્વિસ ટેક્સ-1માં રૂ 50 કરોડ અને 2માં રૂ 100 કરોડનું રિફંડ દર વર્ષે ચૂકવાય છે. એટલે રૂ 6 કરોડની ઉપલી આવક બંધ થઈ જતાં અનેક અધિકારીઓ રઘવાયા બન્યા છે.

સર્વિસ ટેક્સમાં વખતથી રિફંડ સીધું વેપારીના બેન્ક એકાઉન્ટમાં જમા થવા લાગ્યું છે. જૂન મહિનાથી તેની શરૂઆત થઇ છે. અગાઉ રિફંડ લેનારાઓ રૂબરૂ એક્સાઇઝ ઓફિસ પહોંચીને ચેક સ્વીકારતા હતા. હવેથી સિસ્ટમ બંધ થઈ ગઈ છે. રિફંડ સીધું અેકાઉન્ટમાં જમા થાય માટે સર્વિસ ટેક્સ પેયર્સે રિફંડ માટેની એક અલાયદા ફોર્મમાં પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર લખવાનો રહે છે. ફોર્મ ઓનલાઇન સબમીટ કર્યા બાદથી ટેક્સ પેયર્સને રિફંડ બેન્ક મારફત મળતું થઈ જાય છે.

સર્વિસ ટેક્સ વિભાગમાં નવી પહેલ

વર્ષે 150 કરોડના રિફંડમાં સરકારી જમાઇઓની 4 ટકા કટકી રહેતી હતી

સર્વિસ ટેક્સ પેયર્સના ‘અચ્છે દિન’ પણ વેટમાં રડવાના દિવસો

અન્ય સમાચારો પણ છે...