ઓર્થો વિભાગની વધુ એક બેદરકારી સામે આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રૂસ્તમપુરાનાવિપુલ ભુટ્ટાને પાંચ કલાક ધક્કા ખવડાવ્યા બાદ મોટા તબીબ નથી કાલે આવો કહી તગેડી દેવાયાં બીજા દિવસે બોલાવતા હાથે ફ્રેક્ચર જણાતા દાખલ કરાયો હતો. તો પલસાણાના સુમિત યાદવને હાથે ઈજા પહોંચતા ટ્રોમા સેન્ટર આવ્યો હતો તગેડી દેવાયો પરંતુ દિવસ બાદ તેને ફ્રેક્ચર જણાતા દાખલ કરવો પડ્યો હતો.! ગંભીર મામલો સામે આવતાં સુપ્રિટેન્ડન્ટે ઈન્કવાયરી સોંપી હતી. જોકે, બંને દર્દીઓને મંગળવારે સવારે અનુક્રમે 8.30 અને 9 કલાકે અડધો કલાકના અંતરે ઓર્થો વોર્ડમાંથી અચાનક રજા આપી દેવાઈ હતી. એટલું નહીં અણઘડ રેસિડેન્ટે બંને એમએલસી કેસ હોવા છતાં પોલીસ ઈન્ફર્મ કરવાની દરકાર સુધ્ધા નહીં લઈ વધુ બેદરકારીનો નમૂનો પુરો પાડ્યો હતો.

CMOએ રિફરની નોંધ સ્પષ્ટ લખવી પડશે

ટ્રોમા સેન્ટરમાં આવતાં દર્દીઓને એક કલાકમાં દાખલ કરવાનુ સુપ્રિટેન્ડન્ટનુ પરિપત્ર છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સીએમઓ પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરીને દર્દીને તગેડી મુકતા હોઈ છે. તેમજ 1 કલાકમાં દાખલ કરવામાં બેદરકાર રહે છે. તો જે તે વોર્ડમાં રિફર કરતાં હોઈ છે પરંતુ માત્ર મૌખિક જાણ કરી દઈ હાથ ઉંચા કરી દે છે. ગંભીર બાબત પણ ઈન્ચા. સુપ્રિ. ડો.વાડેલને ધ્યાને આવતાં તેમણે વિવાદમાં સપડાયેલા સીએમઓને બોલાવી તતડાવ્યા હતાં તથા જે તે વોર્ડમાં દર્દીને રિફર કરવામાં આવે તેની સ્પષ્ટ નોંધ કેસ પેપર ઉપર કરવી તેમ સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...