તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિજીટલની સાથે ટ્રેડિશનલ માર્કેટિંગ પણ એટલંુ જરૂરી છે

ડિજીટલની સાથે ટ્રેડિશનલ માર્કેટિંગ પણ એટલંુ જરૂરી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટમાં ટાર્ગેટ મુજબ સ્ટ્રેટેજીસ હોવી જરૂરી છે

માર્કેટમાંતમને ત્રણ પ્રકારનો ગ્રાહકવર્ગ જોવા મળે છે. જેમને પ્રોડક્ટની જરૂરિયાત છે, જેમને જરૂરિયાત નથી અને ત્રીજો વર્ગ કે જેમને તમારી પ્રોડક્ટની જરૂરિયાત છે પણ એમને તમારી પ્રોડક્ટ વિશે જાણ નથી. ત્રણેય વર્ગમાંથી તમારે બે વર્ગ માટે વધુ મહેનત કરવાની છે. કારણ કે, જે વર્ગને તમારી પ્રોડક્ટની જરૂરિયાત છે તો પ્રોડક્ટ ખરીદશે જ. પણ, જે વ્યક્તિને જરૂરિયાત નથી એવા લોકોમાં જરૂરિયાત ઉભી કરવી પડશે. જેના માટે જુદી-જુદી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે.

સિટી રિપોર્ટર @srt_cbસુરતસ્ટાર્ટઅપ ગ્રુપ દ્વારા ‘માર્કેટિંગ હન્ટ કોમ્પિટીશન’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માર્કેટિંગ હન્ટ’ અંતર્ગત‘એસેન્શિયલ ઓફ ટ્રેડિશનલ એન્ડ ડિજીટલ માર્કેટિંગ’ વિષય પર ઓરિએન્ટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત અને અન્ય શહેરોમાંથી 80થી વધારે ટીમ હાજર રહી હતી. જેમાં ડિજીટલ માર્કેટિંગ એક્સપર્ટ ભૌતિક શેઠે માર્કેટિંગ માટે નવી સ્ટ્રેટજી વિશે માહિતી મેળવી હતી ડિજીટલ માર્કેટિંગની ટિપ્સ આપી હતી. ભૌતિક શેઠે કહ્યું હતું કે ‘માર્કેટની બદલાતી રહેતી પરિસ્થિતિ અને કસ્ટમર્સની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી માર્કેટર્સને રોજ નવી ચેલેન્જનો સામનો કરવો પડે છે. જેમ કે, સ્ટ્રેટેજી ફોર્મેશન, ઈમ્પલીમેન્ટેશન, કન્સીસ્ટન્સી, બજેટ મેનેજમેન્ટ, રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ અને પીપલ ઍન્ગેજમૅન્ટ. ચેલેન્જીસના ઉકેલ માટે ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજીટલ માર્કેટિંગની સ્ટ્રેટેજીસ અપનાવી શકાય. ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગને સંયુક્ત રીતે ઉપયોગ કરવાથી યોગ્ય પરિણામ મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...