તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક.નો મોસ્ટ ફેવર્ડ નેશન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાક.નો મોસ્ટ ફેવર્ડ નેશન...

જેમાંવિદેશ અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે. સરકારનો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જ‌‌ળસંધિની સમીક્ષા કરવાના એક દિવસ બાદ આવ્યો છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી સાથે-સાથે ના વહી શકે.

સુરતઅને અમદાવાદના 18000...

જેટલાંલોકોએ શેરબજારમાં કરોડોનું ટર્નઓવર કરીને ફદિયુ પણ ટેક્સરૂપે ભર્યું હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. કેસમાં ટોટલ ટર્નઓવરનો ફિગર રૂપિયા 25 થી 27 કરોડની વચ્ચે હોવાનું આઇટી સૂત્રો જણાવી રહ્યા છે. દરેક કરદાતાને હાલ ટર્નઓવર બાબતે ખુલાસો કરવા માટે નોટિસ ઇશ્યુ થઈ રહી છે. કરોડોના ટર્નઓ‌વરમાં અધિકારીઓએ વિગતો ત્રણ તબક્કામાં વહેંચી છે. જેમાં પી-1માં 100 કરોડની ઉપરના ટ્રાન્ઝેકશન, પી-2માં 50 કરોડ અને પી-3માં 25 કરોડથી ઉપરના ટ્રાન્ઝેકશનનો સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત છે કે રૂપિયા 100 કરોડથી વધુના ટ્રાન્ઝેકશનમાં પણ રિટર્ન ફાઇલ કરાયુ નથી.

સ્કૂલમાંથીકાઢતા ધો.12ના...

એકમહિના અગાઉ સ્કૂલ સત્તાવાળાઓને એક નનામો પત્ર મળ્યો હતો, જેમાં બન્ને વિદ્યાર્થીઓના નામ સાથે તેમનાથી સાવધાન રહેવા ચેતવણી અપાઇ હતી. તે કોઇ વિદ્યાર્થીએ લખ્યો હોવાનું મનાય છે, જેણે વિદ્યાર્થીઓની વાતો સાંભળી હશે. ઘટના પછી દિલ્હીના સેંકડો શિક્ષકોએ શિક્ષણમંત્રી સિસોદીયાની ઓફિસની સામે દખાવો કર્યા હતા અને બંને આરોપીને ફાંસીની સજા માટે માગણી કરી હતી.

હારિજનાગ્રામીણનું મોત...

સચિવાલયમાંહજારોની સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ તેમને ધક્કે ચઢાવવાની સરકારની રસમને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

પાટણના હારીજ તાલુકાના કાતરા ગામના રહીશ 50 વર્ષીય વીરભાણભાઇ ચૌધરી પોતાના ગામને નર્મદાનું પાણી મળે તેની રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા. તે માટે ગ્રામજનો અને આગેવાનો સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે આવ્યા હતા. તેઓ બેથી અઢી કલાક સુધી મુલાકાત માટે ચેમ્બરની બહાર રાહ જોઇને બેઠા હતા. તે દરમિયાન વીરભાણભાઇને ચક્કર, ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં લોકો તેમને લઇને નીચે આવ્યા હતા. 108 બોલાવી ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતા. ફરજ પરના તબીબે તેમને એટેક આવ્યો હોવાનું જણાતા આઇસીયુમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વીરભાણભાઇના ભત્રીજા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, અમે પાણી માટે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ તે દરમિયાન કાકાની તબિયત બગડતાં અમે તેમને લઇને તાત્કાલિક સિવિલ પહોંચ્યા હતા. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી સચિવાલયમાં વિવિધ કામ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓને રજૂઆત કરવા આવનાર અરજદારોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સોમ અને મંગળવારે સંખ્યા 15 હજાર જેટલી થઇ જાય છે. ધારણા કરતા વધુ અરજદારો આવતા તેમના માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવી શકાઇ નથી.સલામતીના કારણે વાહનો મેઇન ગેટની બહાર મૂકાવી દેવાતા અરજદારોને અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે. બંને સ્વર્ણિમ સંકુલના તમામ ફ્લોર ઉપર અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે. બીજીતરફ બેસવાની પૂરતી વ્યવસ્થા નથી હોતી, મંત્રીઓને પણ કામ બાજુ પર મૂકીને માત્ર અરજદારોને સાંભળવા પડે છે અને સંખ્યા વધુ હોવાથી અરજદારોને પણ કલાકો સુધી બેસી રહેવું પડે છે.

પાક.નેકાશ્મીર જોઇએ...

સાથે-સાથેબિહાર પણ લેવું પડશે. એવું પણ કહ્યું કે બિહાર પાક. કરતાં વધુ જોખમી છે. હકીકતમાં કાત્જુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,પાકિસ્તાનીઓ, ચાલો એકવારમાં આપણા તમામ વિવાદો સમાપ્ત કરીએ. અમે તમને કાશ્મીર આપી દઇએ છીએ, પણ બસ શરતે કે તમારે બિહાર પણ લેવું પડશે. એક પેકેજ ડીલ છે. અથવા તો તમે આખું કાશ્મીર અને બિહાર લઇ લો કે પછી તમને કંઇ નહીં મળે. પોસ્ટમાં કાત્જુએ સાથે લખ્યું છે કે,અટલ બિહારી વાજપેયીએ આગરા સમિટીમાં મુશર્રફ સામે એક આવી ડીલ રજૂ કરી હતી. પણ તેણે પોતાની મૂર્ખતામાં તેનો અસ્વીકાર કર્યો હતો. હવે ઓફર પાકિસ્તાનીઓને ફરી મળી રહી છે. મત ચૂક ચૌહાન.’

કાત્જુની પોસ્ટ પર બિહારના લોકો અને રાજકીય પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે. જેડીયુ મહાસચિવ કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે કાત્જુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે બિહારના લોકોનું અપમાન કર્યુ છે. દેશદ્રોહનો મામલો છે. જોકે વિવાદ વધતો જોઇને કાત્જુએ કહ્યું હતું કે તેઓ મજાક કરી રહ્યા હતા.

ચોરીકરેલી ભેંસની પૂંછડી...

થઇહોવાના પુરાવા આપ્યા. પોલીસે ભેંસ રાજસ્થાન પોલીસને સોંપી. અંબાહ પોલીસે ભેંસનાં શિંગડા પર બાંધેલા સામાનના આધારે ચોરની ઓળખ કરી લીધી છે. પોલીસ હાલ ચોરોની તપાસ કરી રહી છે પરંતુ ચોર બીજા દિવસ સુધી ઘરે પહોંચ્યા નથી. પોલીસના કહેવા પ્રમાણે ચોર મુરૈનાના રિઠોરા ગામના રહેવાસી છે. ચોર શુક્રવાર-શનિવાર રાતે મુરૈનાથી રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં દેહોલી સ્ટેશનના અતરોલી ગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ખેડૂત તીરનસિંહની ભેંસ ચોરી હતી. ચંબલ નદી પાર કરતી વખતે ચોર નદીના વહેણમાં તણાઇ ગયા પરંતુ ભેંસ નદીના બીજા કિનારે પહોંચી. ભેંસ કુથિયાના ગામના વિરતિ શર્માને મળી. તે સમયે તેના શિંગડામાં પોલિથિન બાંધેલી હતી. વિરતિએ લાવારિસ ભેંસની સૂચના પોલીસને આપી. માલિક રવિવારે ભેંસની તપાસ કરતા કુથિયાના સ્ટેશન પહોંચ્યો પરંતુ પોલીસે તેને ભેંસ સોંપી નહીં. સોમવારે તે ફરીથી દેહોલી પોલીસ અને જનપ્રતિનિધિ વીરેન્દ્રપ્રસાદ સાથે અંબાહ પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસે દેહોલી સ્ટેશનના એએસઆઇ શિવશંકરને ભેંસ સોંપી.

અન્ય સમાચારો પણ છે...