તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ક્લસ્ટર પાર્ક માટે જમીન અંગે CMનો હકારાત્મક અભિગમ

ક્લસ્ટર પાર્ક માટે જમીન અંગે CMનો હકારાત્મક અભિગમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના પિંજરતગામે મેગા ક્લસ્ટર પાર્ક માટે મુખ્યમંત્રીને મળવા ગયેલા ચેમ્બરના પ્રતિનિધિઓને 50 હજાર ચોરસ મીટર જમીન જંત્રી ભાવે આપવા બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. એટલું નહિં પરંતુ એકમો માટે દૈનિક 1 લાખ લીટ પાણી પુરુ પાડવાની બાંહેધરી પણ મુ.મંત્રીએ આપી હતી.

સુરતમાં સિન્થેટીક કાપડનું મોટુ માર્કેટ છે. પરંતુ વિદેશી વેપારીઓની માંગણી મુજબ પુરતુ ઉત્પાદન કરી શકે એટલું નથી. જેથી ઓલપાડના પિંજરતગામે મેગા કલ્સટર પાર્ક બનાવવાનું આયોજન ચેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. મેગા ક્લસ્ટર પાર્ક માટે 1 લાખ ચોરસ મીટર જમીનમાંથી 50 હજાર જમીન જંત્રી ભાવે પુરી પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચેમ્બરના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પાર્કનું પ્રેઝન્ટેશન સબમીટ કરવાનું જણાવી સર્વે કર્યા બાદ આગળની પ્રોસેસ કરાશે એવું જણાવી હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. એટલું નહીં મુખ્યમંત્રીએ મેગા ક્લસ્ટર પાર્કમાં શરૂ થનાર એકમો માટે દૈનિક 1 લાખ લીટર પાણી આપવા પણ બાંહેધારી આપી હતી.

વિદેશી માંગ પ્રમાણે શહેરમાં એકમો નથી

^સુરતમાં40 ટકા સિન્થેટીક કાપડનું ઉત્પાદન થાય છે. તમામ ઉત્પાદન સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા વપરાશ થઇ જાય છે. જેના કારણે એક્ષપોર્ટનો લાભ મળતો નથી. વિદેશી માંગ પ્રમાણે સુરતમાં મોટા એકમો પણ નથી.> બી.એસ.અગ્રવાલ,ચેમ્બરપ્રમુખ

ચેમ્બરના પ્રતિનિધિઓની મુખ્યમંત્રી સાથે મુલાકાત

અન્ય સમાચારો પણ છે...