તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વ્યાજખોરોના ત્રાસથી વરાછાના આધેડ જમીનદલાલે એસિડ પી આપઘાત કર્યો

વ્યાજખોરોના ત્રાસથી વરાછાના આધેડ જમીનદલાલે એસિડ પી આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનાવધુ એક જમીન દલાલે જમીન ખરીદી અંગે ઉધાર લીધેલા 30 લાખના મામલે એસિડ પી આપઘાત કરી લીધો હતો. દસ દિવસની સારવાર બાદ સ્મીમેરમાં મંગળવારે મોત નીપજ્યું છે.

વરાછાની ત્રીકમનગર રહેતાં પ્રવિણ છગનભાઈ પીઠડિયા (55) જમીન દલાલ હતાં. તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. 17મી શનિવારે પ્રવિણભાઈ તેમના ઘરેથી નીકળી ગયા હતા અને જુની બોમ્બે માર્કેટ ખાતે એસીડ પી લીધું હતું. તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. દસ દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રવિણભાઈએ લખેલી સ્યુસાઈડ નોટ મુજબ, 30 લાખ ઉધાર લીધા છે તે મારે આપવાના થાય છે. તે માટે પઠાણી ઉઘરાણી કરે છે...

બેનંબરી વ્યાજનો ધંધો કરનારાઓ મહિને 5થી 10 ટકા વ્યાજ વસૂલે છે !

પ્રવિણભાઈ જમીન લે-વેચનો ધંધો કરતાં હતાં તેમણે વલસાડમાં એક જમીન ખરીદી માટે રૂપીયા 30 લાખ ઉધાર લીધા હતાં. પરંતુ સમયસર ચુકવી શકતા ઉઘરાણીનુ દબાણ વધી ગયુ હતું.

30 લાખ ઉધાર લીધા પણ ચુકવી નહી શક્યા

રૂ. 30 લાખનું દેવું થતાં પ્રવિણ પીઠડિયાએ એસીડ પી સ્યુસાઈડ નોટ લખી હતી

અન્ય સમાચારો પણ છે...