તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરકારી શાળાઓમાં 17 ઓક્ટોબર બાદ સત્રાંત પરિક્ષા યોજવા પરિપત્ર

સરકારી શાળાઓમાં 17 ઓક્ટોબર બાદ સત્રાંત પરિક્ષા યોજવા પરિપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીસરકારી પ્રાથમિક શાળાઓમાં ઓક્ટોબર માસથી શરૂ થનાર સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબર બાદ યોજવા શિક્ષણ નિયામકે પરિપત્ર બહાર પાડ્યો છે. સુરતમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં આગામી 13 ઓક્ટો.થી સત્રાંત પરીક્ષા શરૂ થનાર હતી.પરંતુ હવે પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોષીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે કેટલાક જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે. શાળાના શૈક્ષણિક દિવસો વધે માટે માટે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17 ઓક્ટોબર બાદ યોજવામાં આવે. 24 ઓક્ટોબરથી શાળાઓમાં દિવાળી વેકેશનની રજા જાહેર કરાઇ હતી. જો પરીક્ષા બીજા અથવા ત્રીજા વીકમાં લેવામાં આવે તો ત્યારબાદ થોડા દિવસો પછી દિવાળી વેકેશનની રજા હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી. જેથી પ્રાથમિક શિક્ષણ નિયામકે ચાલુ વર્ષે મહત્વ પુર્ણ નિર્ણય લીધો છે.

પરીક્ષા પુરી થયા બાદ વિદ્યાર્થીઓ ભણવા આવતા નિર્ણય

અન્ય સમાચારો પણ છે...