તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HOમાંથી 5 પોલીસ સહિત 7ની આંતરિક બદલી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંલઠ્ઠાકાંડની ઘટના પછી પોલીસ કમિશનરે લાલ આંખ કરતા તમામ પોલીસ સ્ટેશનો અને બ્રાંચો મળીને 28 જેટલા કેશીયરોની હેડકર્વાટરમાં બદલીના ઓર્ડરો કરી દીધા હતા તો બીજી તરફ કમિશનરે હેડકર્વાટરમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓને આજે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બદલીના ઓર્ડર કર્યા હતા.જેમાં હે.કો.સંજય મોરે-કાપોદ્વા,હે.કો.છગન મગન-જહાગીરપુરા,પો.કો. વેલજી તેરસીંગ-ડુમસ,પો.કો. રમેશ પ્રેમજી પરમાર-પાંડેસરા તથા પો.કો.વિપુલ પ્રભુ-સચીન પોલીસ સ્ટેશનોમાં બદલી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિક શાખાના સેકટર-2માં ફરજ બજાવતા યુવરાજ ધરમદાસની ડીંડોલી પોલીસ સ્ટેશન તેમજ મહિલા પોલીસ લીલાબેન મહેશભાઈની વરાછા પોલીસમાંથી રાંદેર પોલીસમાં બદલી કરવામાં આવી હતી.એકબાજુ પોલીસ સ્ટેશનોમાં સ્ટાફની ઘટ ઉપરથી સજાના ભાગરૂપે મોટેભાગના પોલીસકર્મીઓના બદલીના ઓર્ડરો હેડકર્વાટરમાં થતા હોય છે.જેના કારણે હેડકર્વાટરમાં પોલીસ સ્ટાફની સંખ્યામાં પણ ખાસ્સો વધારો જોવા મળી રહયો છે. જો કે હવે પોલીસ કમિશનર લાંબા સમયથી હેડકર્વાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવા માટે ચાન્સ આપશે કે કેમ તે જોવુ રહયું !

પોલીસમથકોમાં ઘટ ને HQમાં ભરાવો

અન્ય સમાચારો પણ છે...