તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

68 બિનખેતીની અરજીઓનો નિકાલ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લાસેવા સદન ખાતે ઓપન હાઉસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એનએ, પ્રિમિયમ અને ગણોત સંબંધિત 68 કેસોને મંજુરી આપી નિકાલ કરવામાં આવ્યો છે.

મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ- ૧૮૭૯ની કલમ-૬૫,૬૬,૬૭ હેઠળની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતીની અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમને આધિન તથા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હેતુફેર કરવા અંગેની તેમજ ગામ નોકર/ચાકરીયાત/રીગ્રાન્‍ટ પ્રકારની નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેની અરજીઓનો ઝુંબેશ સ્‍વરૂપે નિકાલ કરવા અંગે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અરજીઓના મંજુરી પત્રો તથા હુકમો સબંધિત ખાતેદારો/ કબજેદારોને કલેકટર કચેરીમાં રૂબરૂ બોલાવી વિતરણ કરવામાં આવ્‍યા હતા. જેમાં કુલ 1,36,722.00 ચોરસ મીટર જમીન બિનખેતી થઈ છે. સિવાય પ્રિમીયમથી સરકારને 7,16,76,685 રૂપિયાની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...