તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિ પ્રોજેક્ટ IDSમાં નોંધાવવા ધસારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતરો વેચીને ‘ઊડી’ ગયેલા

80 NRIને આઇટીની નોટિસ

સુરત | IDSમાંરાજ્યના કલેકશનના 75 ટકા કલેકશન સાથે આગળ રહ્યુ છે ત્યારે આજે સ્કીમની સમાપ્તિ અગાઉ રૂપિયા 50 કરોડની બેનામી આવક જાહેર કરતા કુલ આંક 1400 કરોડે પહોંચ્યો હતો. જાહેરાતમાં પેની સ્ટોકમાં સંડોવાયેલાંઓની સંખ્યા વધુ હતી. દરમિયાન કેટલાંક લોકો આઇડીએસમાં જાહેરાતની સાથે છાકો પાડવાનો પ્રયાસ કરતા હોય એમ ડિસ્કલોઝરની રકમ ભલે બે થી પાંચ કરોડ હોય પરંતુ બે-ચાર ગાડીઓ અને સાથીદારો સાથે આઇટી કચેરીએ પહોંચી રહ્યા છે. છેલ્લી ઘડીએ આઇડીએસ માટે પડાપડી જોવા મળી હતી.

વરાછાના એક બિલ્ડરે સી.એ. મયંક દેસાઈ મારફત રૂપિયા 1.50 કરોડ જાહેર કર્યા હતા. જ્યારે વરાછાના એક જ્વેલર્સે એક કરોડની જાહેરાત કરી હતી. ઉપરાંત 12 જેટલી ટેક્સટાઇલ પેઢીઓએ પણ કરોડોની જાહેરાત કરતાં રૂપિયા 50 કરોડ સુધીનો ફિગર પહોંચ્યો હતો.

ગેરરીતિનાકેસમાં દબાણ | તાજેતરમાંસામે આવેલાં પેની સ્ટોક, શેર પ્રિમિયમ, એસટીટી અને કાર ખરીદીના કેસમાં જે લોકો પર ટેક્સ ચોરીનો આક્ષેપ છે તે તમામને આઇટી અધિકારીઓ આઇડીએસ હેઠળ આવી જવાની સલાહ આપી રહ્યા છે નહીં તો સખત પગલાં લેવાની ચિમકી આપી રહ્યા છે. ધરતીપુત્રો પણ લિસ્ટમાં સામેલ છે.

અધિકારીઓનેકાંડ દેખાય છે છતાં ચૂપ | ખાલીજમીન પર ડિસ્કલોઝર બાબતે રિતસર કાંડ ચાલી રહ્યુ છે. પરંતુ મોદી સરકારની સ્કીમને અસર પડે માટે કોઈ અધિકારી હાલ પગલાં લેવા તૈયાર નથી. જમીન પર પ્રોજેક્ટ બનાવવા માટે બુકિંગ આવી ગયુ હોવાનું જણાવી ભવિષ્યના પ્રોજેક્ટને આઇડીએસ હેઠળ લાવવામાં આવી રહ્યા છે.

કેટલાક કેસમાં તો બજાર કિંમત કરતાં માંડ 10 % રકમના દસ્તાવેજ કરાયા હોવાની ઇન્કમટેક્સ વિભાગને આશંકા

પત્રવ્યવહારનો સિલસિલો હવે NRI સુધી પહોંચ્યો

સબ-રજિસ્ટ્રાર કચેરીના લોચા

સબ રજિસ્ટ્રાર કચેરીને ડેટા પરથી આઇટી અધિકારીઓ બે બાબત જાણી શક્યા છે. એક તો ટ્રાન્ઝેક્શન અને બીજું એડ્રેસ. ટ્રાન્ઝેકશનમાં જમીનના ટોટલ સોદા દરેકના નામે ચઢાવી દેવાયા છે, ઉપરાંત જમીન વેચવામાં આવી છે કે ખરીદવામાં આવી છે અંગેની પણ કોઈ જાણકારી અપાઇ નથી.

રૂપિયાવહેંચાઈ જતાં ટેક્સ ઓછો

અધિકારીઓકહે છે કે જો જમીનના રૂપિયા ઘરના સભ્યો વચ્ચે વહેંચાઈ જાય ત્યારે ટેક્સની રકમ આપોઆપ ઘટી જાય છે. કેમકે વાત વ્યક્તિગત ટેક્સ પેયર્સ પર આવી જાય છે. આથી જે ઘરમાં સભ્યો ઓછા હોય અને ત્યાં જમીનોના મોટા સોદા થયા હોય એવા ઘર આઇટી શોધી રહ્યું છે.

એનઆરઆઇનાકેસમાં રિટર્નનું શું?

^એનઆરઆઇએ જમીનોના સોદાના કેસમાં રૂટિન ટેક્સ તો ભરવાનો હોય સાથે-સાથે જેણે જમીન ખરીદી હોય તેણે પેમેન્ટ કરતી વખતે 20 ટકા ટીડીએસ કાપવાનો હોય છે અને તેની નોંધ એનઆરઆઇએ રિટર્નમાં કરવાની હોય છે. જો કોઈ દેશ સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ ઍગ્રીમેન્ટ હોય તેવા કેસમાં કોઈ એક દેશમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. > બિરજુશાહ, સીએ

અન્ય સમાચારો પણ છે...