તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાયદાને ઢાલ બનાવી માર્કેટમાં ઠગ વેપારીઓ પેમેન્ટ ચુકવતા નથી

કાયદાને ઢાલ બનાવી માર્કેટમાં ઠગ વેપારીઓ પેમેન્ટ ચુકવતા નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલમાર્કેટમાં છેલ્લા ઘણાં સમયથી ઠગખોરોએ નવી ટ્રીક અપનાવી છે. જેમાં ઉઠમણાં કરવાની જગ્યાએ કાયદાનો સહારો લઈ વકીલ મારફતે લેણદારને નોટિસ ફટકારવાનું તરકટ ચાલી રહ્યુ છે. જો કોઈ લેણદાર આનાથી ડરી જાય તો એની સામે ખોટા આક્ષેપો સાથે પેમેન્ટ આપવામાં આનાકાની કરી બીલના નાણાં ચુકવવામાં આવતા નથી. જે મામલે મંગળવારે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ફોગવા દ્વારા આજે રજૂઆત કરાઈ કે વિવર્સો દ્વારા માર્કેટમાં થતા વેપારમાં કાયદેસરના બીલના નાણાંની ઉઘરાણી કરવા પણ હવે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિવર્સ દુકાનદાર પાસે જાય ત્યારે અમુક માર્કેટના વેપારીઓ દ્વારા ખોટી રીતે વકીલ દ્વારા નોટિસ મોકલાવી વિવર્સોને ગભરાવી બીલના નાણાં નહીં ચુકવવાની ખોટી રીતે ડરાવી ધમકાવતા ઉલ્ટા ચોર કોટવાલને દંડે જેવો ઘાટ ઉભો થયો છે. આવા વેપારીઓ સામે કાયદેસરના કડક પગલા ભરાય તો લાખો લોકોને રોજીરોટી આપતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વાસનો માહોલ જળવાઈ રહેશે.

નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી આવતા સંખ્યાબંધ વેપારીઓ જોબ વર્કરોનો સમય પારખી પેમેન્ટ કેવી રીતે અને ક્યાથી કાપવું તેની અલગ ડાયરી બનાવી રાખતા હોવાની વિગતો મળી છે.

ઉઠમણા કરવાની જગ્યાએ વેપારીઓ વકીલ મારફતે નોટિસ ફટકારી ધમકીઓ આપી પેમેન્ટ આપતા નથી

ટેક્સટાઇલ માર્કેટમાં ઠગબાજોની નવી ટ્રીક

ચિટરો ફરી બીજી દુકાનો લઈ છટકુ ગોઠવે છે

આજે પોલીસ કમિશનર સમક્ષ વિવર્સોને ખોટી રીતે થતી હેરાનગતિ બંધ થાય એવી રજૂઆત કરાઇ હતી. સાથે તેમણે ચિટરોની ટ્રીક વિશે પણ કહ્યુ હતું, કે માર્કેટમાં થતા ઉઠમણા અમુક ચોક્કસ ચિટરો દ્વારા વર્ષે દહાડે લાખો કરોડોનું ઉઠમણું કરી મહીના પછી બીજી દુકાનો ખોલવામાં આવે છે. આવા ચિટરો ઉપર શિક્ષાત્મક પગલા ભરાય માટે પણ કાર્યવાહી કરાય.

5-10કરોડનું પેમેન્ટ અટવાયેલુ છે

^ઘણાં સમય પછી માર્કેટમાં ચિટરો દ્વારા રીતનો માહોલ ઉભો કરાઈ રહ્યો છે. રીતે પેમેન્ટ નહીં આપતા માર્કેટમાં વિવર્સોના 5થી 10 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. લોકો હવે ઉઠમણાં કરવાની જગ્યાએ રીતે કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરી પેમેન્ટ ફસાવી રહ્યા છે. > અશોકજીરાવાલા, પ્રમુખફોગવા

અન્ય સમાચારો પણ છે...