તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • FD અને વ્યાજ મુદ્દે કો.ઓપ. બેંકોને ITએ નોટિસ ફટકારી

FD અને વ્યાજ મુદ્દે કો.ઓપ. બેંકોને ITએ નોટિસ ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીકો.ઓપરેટિવ બેન્કોને આઇટીએ નોટિસની બજવણી શરૂ કરી છે. એફ.ડી. અને વ્યાજની આવક મામલે બેન્કના હોદ્દેદારો અને સભ્યો પાસે અધિકારીઓ ટેક્સ કલેકશન માટે કસરત કરી રહ્યા છે.

એક તરફ જ્યાં રૂપિયા 50 લાખની એફ.ડી.ના મામલા આઇડીએસ તરફ વળે માટેના પ્રયાસ થઈ રહ્યા છે ત્યા હવે કો.ઓપરેટિવ બેન્કોને પણ તેમાં સામેલ કરી અધિકારીઓ તમામની આવકના સોર્સ જા‌ણવાનો પ્રયાસ કરી રહ્યા છે. એફ.ડી.ની માતબર રકમના સોર્સ શું છે જાણવા માટે હાલ અધિકારીઓએ અનેક કો.ઓપરેટિવ બેન્કોને પત્રો લખ્યા છે. દરમિયાન આઇટીની ટીડીએસ વિંગ દ્વારા રૂપિયા 10000થી વધુની વ્યાજની આવક મામલે આવેલાં નવા પ્રાવધાન બાબતે દરેક બેન્કોને માહિતગાર કરવા માટે અેક મોહિમ પણ શરૂ કરવામાં આવી છે. અગાઉ કો.ઓપરેટિવ બેન્કો દ્વારા આઇટીને ટીડીએસ કપાતની વિગત મોકલવામાં આવતી નહોવાથી આઇટીને એફ.ડી. અંગે પણ જાણકારી મળતી નહતી.

મેમ્બરો ટેક્સ ભરતા નથી

અગાઉકો.ઓ. બેંક મેમ્બર પાસે વ્યાજની આવક પર ટીડીએસ વસુલી શકાય નહીં. પરંતુ સુધારા બાદ તમામ બેન્કની એફડી, વ્યાજની રકમ ટેક્સના દાયરામાં આવી છે. અગાઉ કેટલીક બેન્કો મેમ્બર બનાવીને તમામને ટેક્સરૂપી રાહત આપી દેતી હતી. આઇટીએ નામ-સરનામાની વિગતો માટે બેંકોને પત્ર લખ્યા છે તેમાં પિપલ્સ, પંચશીલ અને વરાછા બેન્કનો સમાવેશ થાય છે.

સભ્યોને પુછાયું આટલાં રૂપિયા ક્યાંથી લાવ્યા

અન્ય સમાચારો પણ છે...