• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અંડર 19 ગર્લ્સ ફુટબોલ સંભવિત ટીમમાં પાંચ વિદ્યાર્થિનીઓ પસંદ થઇ

અંડર-19 ગર્લ્સ ફુટબોલ સંભવિત ટીમમાં પાંચ વિદ્યાર્થિનીઓ પસંદ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડિસ્ટ્રીક્ટસ્પોર્ટસ ઓફિસર દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાનામાં ઇન્ટરસ્કૂલ અંડર-19 ફૂટબોલની સંભવિત ટીમની પસંદગી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની પાંચ વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી છે. સિલેક્શન રાઉન્ડમાં શહેરની કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક ખેલાડીઓને એમની પસંદગીની પોઝિશન આપીને મેચ રમાડવામાં આવી હતી. ખેલાડીઓના સ્કિલના આધારે પસંદગીકારો દ્વારા ચકાચણી કરવામાં આવી હતી. સિલેક્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ગુજરાત રાજ્યના સંભવિત ખેલાડીઓની ટીમમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના પાંચ ખેલાડીઓ સંગીત ખુદા, દર્શી પટેલ, પ્રાચી દેસાઇની પસંદગી થઇ છે જ્યારે ખુશી સદાની અને રીશુ સિંધ સ્ટેન્ડ બાય તરીકે પસંદગી પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...