• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શ્રીશ્રી રવિશંકરના સ્ટુડન્ટ્સે કરાટેમાં મેડલ મેળવ્યાં

શ્રીશ્રી રવિશંકરના સ્ટુડન્ટ્સે કરાટેમાં મેડલ મેળવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીશ્રી રવિશંકરના સ્ટુડન્ટ્સે કરાટેમાં મેડલ મેળવ્યાં

સુરત | જીલ્લારમતગમત અધિકારી સુરત અંતર્ગત પુણાગામની એલ.પી.ડી.પટેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં અંડર -19 બોયઝ અને અંડર-19 ગર્લ્સની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિરના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય સહિત ચંદ્રકો સ્કૂલને અપાવ્યા હતાં. સ્કૂલના વ્યાયામ શિક્ષક સંજય મોરે ખરોકાએ જણાવ્યુ હતું કે ‘હર્ષિતા, શ્રુતિકા અને તુલસીએ સ્પર્ધામાં રજતચંદ્રકો જીત્યા હતાં,જ્યારે ઋત્વી ભટ્ટ ક્રિષ્ણા અને ભાવિકા ત્રિપુટી કાંસ્યચંદ્રક જીતવામાં સફળ રહી હતી. સ્પર્ધામાં 30થી વધુ સ્કૂલોએ ભાગ લીધો હતો.

karate

અન્ય સમાચારો પણ છે...