• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રિટર્નમાં બતાવેેલી નોટબંધીની એન્ટ્રીનું ક્રોસ વેરિફિકેશન થશે

રિટર્નમાં બતાવેેલી નોટબંધીની એન્ટ્રીનું ક્રોસ વેરિફિકેશન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતનવેમ્બર બાદના નોટબંધીના ગાળામાં બેન્કોમાં કરાયેલી 18 હજાર કરોડની ડિપોઝિટ અંગેની તપાસમાં 31મી જુલાઇ બાદ નવો વળાંક આવી શકે છે. નોટબંધી દરમિયાન જમા કરેલી બે લાખથી વધુની રકમની માહિતી રીટર્નમાં આપવાની છે. આઇટીમાં ડેટાના ક્રોસ વેરિફિકેશન માટે સોફ્ટવેર તૈયાર છે જે બેન્કો તરથી આવેલા ડેટા અને રીટર્નના ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરશે. જેમાં ખોટી વિગતો ભરનારા કરદાતા ભેરવાશે. આઇટીની એકટની 115-બીબીઇની કલમમાં ટેક્સ અને પેનલ્ટી સહિત 82 ટકા ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થઈ શકે છે.

નોટબંધીના નિર્ણય બાદ દોડતા થઈ ગયેલાં લોકોએ બેન્કોમાં જુની નોટ જમા કરાવી દીધી હતી. આઇટીએ ડિપોઝિટની માહિતી બેન્કો પાસેથી મેળવી કરદાતાઓને સમન્સ ઇશ્યુ કર્યા હતા. ઇન્વેસ્ટિગેશન વિંગ અને રેન્જે 10 હજાર જેટલી નોટિસ ઇશ્યુ કરી હતી. ઉપરાંત 50 જેટલાં સરવે પણ કરાયા હતા જેમાં રૂપિયા 200 કરોડનું કાળુંનાણું શોધી કાઢ્યું હતું. આઇટીની તપાસ બાદ સરકારે રિટર્નમાં પણ એક કોલમ ઉમેરી હતી અને કરદાતાઓને નોટબંધી દરમિયાન બેન્કોમાં કેટલી રકમ જમા કરી એની વિગતો ઉમેરવા જણાવ્યુ હતુ. આઈટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31મી જુલાઇ હોવાથી હાલ સી.એ. કરદાતાઓ પાસે બેન્કોની પાસબુક માગી રહ્યા છે. આઇટીના એક ઉચ્ચ્ અધિકારીએ કહ્યુ કે બેન્ક અને રિટર્નના ડેટાની ચકાસણી કરવા સિસ્ટમ ઉપલબ્ધ છે. એક સોફ્ટવેરના આધારે બંને ડેટાનું વેરિફિકેશન થશે. તેના આધારે જાણી શકાશે કે રિટર્નની વિગતો સાચી છે કે ખોટી. જે વિગતોમાં ખામીહશે તેમાં અધિકારીઓ 82 ટકા સુધીનો ટેક્સ લેશે, જ્યારે કેટલાંક કેસ સ્ક્રુટિનીમાં પણ સિલેકટ થશે.

સી.એ. તિનિશ મોદી કહે છે કે હવે નોટબંધીના કેસો તપાસના કેન્દ્રમાં રહેશે. સ્ક્રુટિની ક્રાઇટેરિયા પણ તેના આધારે નક્કી થશે. વર્ષ 2020 સુધી નિકાલ થશે. બની શકે કે કરોડોની રકમ જમા કરનારાઓના કેસ સિલેક્ટ થાય ઉપરાંત ધંધાના પ્રોફિટથી વધુ રકમ જમા કરનારાઓ પણ સાણસામાં આવી શકે છે.

સ્ક્રુટિનીમાં શું?

ફફડાટ | નોટબંધીનું ભૂત ફરી ધૂણવા માંડ્યું, બેન્કોમાં કરાયેલી 18 હજાર કરોડની ડિપોઝિટ એન્ટ્રીઓ પર ઇન્કમ ટેક્સ વિભાગે બિલોરી કાચ મૂક્યો

{ એકથી વધુ એકાઉન્ટ હોય અને દરેક એકાઉન્ટ પાનકાર્ડ સાથે જોડાયેલાં હોય તો દરેક એકાઉન્ટનો સરવાળો રિટર્નમાં બતાવવો જોઇએ

{ જોઈન્ટ એકાઉન્ટ હોય તો તે વિગતો પણ આપવી પડશે

{ 2.5 લાખ આઇટી લિમિટ છે, પરંતુ વિગત બે લાખની માગી હોય માહિતી આપતી વખતે લિમિટનો પણ ખ્યાલ રાખવો પડશે

{ રિટર્નમાં 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરેલી ડિપોઝિટ અંગેની માહિતી આપવાની છે.

{ સમન્સનો જવાબ આપી દીધો હોય તો પણ રીટર્નમાં તો તમામ માહિતી આપવી પડશે.

લોકોએ આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ

અન્ય સમાચારો પણ છે...