• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગ્રેમાં રીવર્સ ચાર્જ મિકેનિઝમથી 50 ટકા લૂમ્સ બંધ થઇ જવાના ભણકારા

ગ્રેમાં રીવર્સ ચાર્જ મિકેનિઝમથી 50 ટકા લૂમ્સ બંધ થઇ જવાના ભણકારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા થોડા દિવસ અગાઉ નોટિફિકેશન બહાર પાડી 20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતાં જોબવર્ક/મેન્યુફેક્ચરિંગ કરતાં વીવર્સે જીએસટી નંબર લેવાની જરૂર નહીં હોવાનું સૂચન કર્યું હતું.

જોબવર્કને જીએસટીના નીલ રેટની સાથે એકમ્યુલેટ થતી જીએસટી રિફંડની માંગ કરી રહેલા ફોગવા તથા શહેરના વીવર્સ અગ્રણીઓના માથે નવી મુસીબત સમાન આરસીએમના કારણે કેન્દ્ર સરકાર તથા કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરતાં રાજ્ય નાણામંત્રીને રજૂઆત કરવા દોડધામ શરૂ કરાશે. વીવર્સ અગ્રણી અને પાંડેસરા વીવર્સ સોસા.ના પ્રમુખ આશિષ ગુજરાતી સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, 12 અને 24 લૂમ્સ ધરાવતાં વીવર્સની સંખ્યા 50 ટકાથી વધુ છે. અધૂરામાં પૂરુ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા 20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતાં મેન્યુફેક્ચરિંગ/જોબવર્ક કરી આપતાં વિવિંગ ઉદ્યોગકારોએ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું મરજિયાત છે. પરંતુ આવા વિવર્સ પાસેથી ગ્રે ખરીદનારા ટ્રેડર્સે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ જીએસટી ભરવાનો રહેશે એવામાં આવા વીવર્સ પાસેથી માલ ખરીદનારાની સંખ્યા ઘટશે.

ટ્રેડર્સની હડતાલ પછી 60 ટકા વિવિંગ એકમો એક અને બે પાળીમાં ઉત્પાદન કરી રહ્યા છે.

20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વીવિંગ ઉદ્યોગકારોને જીએસટી નંબર મરજિયાત

એક દિવસમાં કેટલા મીટર કાપડ બને છે

20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવનાર વીવર્સનું માસિક ટર્નઓવર 5થી 6 લાખ પર મર્યાદિત થઇ જાય છે. એક લૂમ્સ દ્વારા એક પાળીમાં 30 મીટર કાપડનું ઉત્પાદન થાય છે જ્યારે બે પાળીમાં 60 મીટર કાપડ તૈયાર થાય છે. એક દિવસમાં 12 લૂમ્સ 720 મીટર કાપડ તૈયાર કરે છે તો એક માસમાં 18,720 મીટર ગ્રેનું ઉત્પાદન કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...