તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોર્ગેજ 5 ફલેટો વેચાણ કરી 90 લાખ રોકડા કર્યા હતા

મોર્ગેજ 5 ફલેટો વેચાણ કરી 90 લાખ રોકડા કર્યા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાર્લેપોઈન્ટનાયાર્નનો વેપારી મનોજ મેવાવાલા એન્ડ ચીટીંગ કંપનીનું વધુ એક લોન કૌભાંડ અડાજણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. વિનર્સ ફાઈબર લીમીટેડના ડીરેકટરોઓમાં યાર્નના વેપારી મનોજ મેવાવાલા, શશીકાંત પટેલ, કાંતિ પટેલ તેમજ રમેશ દેસાઈ પટેલે અડાજણ ગાર્ડન વેલી એપાર્ટમેન્ટમાં 5 ફલેટો મોર્ગજ પર મુકીને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન લીધી હતી. બેંકમાં મોર્ગજ પર મુકેલા 5 ફલેટો ચીટર ટોળકીએ વેસુના ચંપક પટેલ અને તેના 4 સંબધીઓને 90 લાખમાં વેચી દેતાં બીજો દસ્તાવેજ બનાવી આપ્યો હતો. અડાજણ પોલીસે ફરિયાદ નોંધી હતી. બુધવારે મહીધરપુરા પોલીસે 9 કરોડની ઠગાઇનો ગુનો નોંધ્યો હતી. જેમાં અડાજણ ગાર્ડન વેલી એપાર્ટમેન્ટમાં 13 ફલેટો પર 9 કરોડની લોન લઈને બેંકના હપ્તા ભરપાઈ નહિ કરી 8 ફલેટો બારોબાર વેચાણ કરી દીધા હતા. યાર્નના ડીલર સૌનક કાપડીયા તથા મનોજ મેવાવાલાના કર્મેચારી આશીષ ત્રિકમદાસોથની ધરપકડ કરી હતી. ગુરૂવારે રમેશ દેસાઈ પટેલની મહીધરપુરા પોલીસે ચીટીંગના ગુનામાં ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...