• Gujarati News
  • અડાજણમાં એક સાથે ત્રણ દુકાનોમાં ચોરોનો હાથફેરો

અડાજણમાં એક સાથે ત્રણ દુકાનોમાં ચોરોનો હાથફેરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અડાજણએલપી સવાણી સ્કુલ પાસે હારમોની રેસિડેન્સિમાં આવેલા ત્રણ દુકાનોમાં સોમવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો રોકડા 95 હજાર રૂપિયાની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. કરિયાણાની દુકાનમાંથી 60 હજાર,હાર્ડવેરની દુકાનમાંથી 35 હજાર રૂપિયા અને અન્ય એક દુકાનમાં તસ્કરો ઘુસ્યા પરંતુ તેમને કાંઇ મળ્યું નહતું.

પાલનપુર જકાનાકા નંદનવન સોસાયટીમાં રહેતા મેઘાભાઇ પીરારામ ચૌધરીની એલપી સવાણી સ્કુલ પાસે હારમોની રેસિડેન્સીમાં વિજય સુપર સ્ટોર નામે અનાજ કરિયાણાની દુકાન આવેલી છે. તેમના બાજુમાં કમલેશચંદ અર્જુન સિંગની હાર્ડવેરની દુકાન આવેલી છે.