• Gujarati News
  • બાઈક પર જતા યુવાન પર લીમડાનું ઝાડ પડતા મોત

બાઈક પર જતા યુવાન પર લીમડાનું ઝાડ પડતા મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારખાનેથીછુટ્યા બાદ ઘરે જઈ રહેલા કતારગામના એક રત્નકલાકાર યુવાન બાઈક પરથી લલીતા ચોકડીથી આંબાતલાવડી રોડ પરથી પસાર થતો હતો ત્યારે પવનને પગલે લીમડાનુ ઝાડ તૂટી પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે સિવિલ ખસેડાતા મોત નીપજ્યું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ આંબાતલાવડી વિસ્તારની સહયોગ સોસાયટી ખાતે રહેતા ઘનશ્યામભાઈ મેરુલિયાનો 20 વર્ષીય પુત્ર ભૌમીક હીરાના કારખાનામાં રત્ન કલાકાર હતો. ગત મંગળવારના રોજ રાત્રીના 9 વાગ્યાના સુમારે તે કારખાનેથી છુટીને ઘર તરફ જઈ રહ્યો હતો. તે લલીતા ચોકડીથી આંબાતલાવડી જતા રોડ પર શિવનગર અને પંચદેવ સોસાયટી સામેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તે કંઈ સમજે તે પહેલા તો એક લિમડાનું ઝાડ તેના પર તુટી પડ્યું હતું. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે આકસ્મીક મોત નોંધ કરી હતી.