• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઘરબેઠાં ભોજન પહોંચાડી ભૂખ્યા વૃદ્ધોની આંતરડી ઠારવાનો સેવાયજ્ઞ

ઘરબેઠાં ભોજન પહોંચાડી ભૂખ્યા વૃદ્ધોની આંતરડી ઠારવાનો સેવાયજ્ઞ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીએક સંસ્થા દ્વારા ભૂખ્યા વૃદ્ધોને રોજ એક ટાઇમ જમાડીને ભૂખ્યા વૃદ્ધોની આંતરડી ઠારવાનું પ્રેરક કાર્ય બે વર્ષથી શરૂ કર્યું છે.

‘જનસેવા પ્રભુસેવા’ કહેવતને જીવનમાં ઉતારનાર આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ-વડીલોને રોજ ઘરબેઠા વિનામૂલ્યે શાકાહારી ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ ખીચડી, શાક, રોટલા, રોટલી બનાવી તેના પેકેટો તૈયાર કરાય છે.

પેકેટો સંસ્થાના સ્વયંસેવકો પ્રકાશ ભાલાણી, જે. એમ. ઠુમર વગેરે વરાછા, કતારગામ, મોટા વરાછા, વેડ રોડ, ડભોલી, રામપુરા, લાલ દરવાજા વિસ્તારોમાં જઇ દરરોજ 140થી વધુ વૃદ્ધોને પહોંચાડી માનવસેવા કરી રહ્યા છે.

એટલું નહિ સ્વયંસેવકો દ્વારા અઠવાડિયામાં શનિ-રવિવારે ફરસાણ અને મીઠાઈ સાથે કઢી-પુલાવ, કઢી-ખીચડી આપવામાં આવે છે.

મા-બાપ સમજી સેવા કરીએ છીએ

^અમારી સંસ્થા પર ફોન આવ્યો, વેડ રોડ પર એક 90 વર્ષના વિધવા દાદીમા નિ:સંતાન છે. તેઓ રસોઇ બનાવી શકે તેવી સ્થિતિમાં પણ હતાં ત્યારે જમાડવાની સુવિધા ઊભી કરી. બાદ ખ્યાલ આવ્યો કે ઘણા વૃદ્ધો છે. જેને મા-બાપ સમજીને શ્રવણ ટિફિન સેવા શરૂ કરી. > પ્રકાશભાઇભાલાણી, સ્વયંસેવક

શ્રવણ ટિફિન સેવા : વૃદ્ધોને નિ:સ્વાર્થ ભાવે અપાતી સેવા

અન્ય સમાચારો પણ છે...