• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે નિયમિત કામોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થશે નહીં

હવે નિયમિત કામોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થશે નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાલિકામાંચાલતા વિવિધ વિકાસ કામોમાં થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવીને પાલિકાના કર્મચારીઓની જવાબદારીમાંથી અત્યાર સુધી છટકી જતા હતા. પરંતુ પાલિકા કમિશનર એમ.થેન્નારસન નિયમિત ચાલતા કામોમાં થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવાને બદલે પાલિકાના કર્મચારીઓને તેનુ સુપરવિઝન કરવાની જવાબદારી સોંપી છે. તેના લીધે પાલિકાના કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પાલિકા કર્મચારીઓની જવાબદારી નક્કી થતા વિકાસ કામોમાં ચાલતી લાલિયાવાડી પણ બંધ થવાની શક્યતા રહેલી છે.

પાલિકાના મોટાભાગના વિકાસ કામો જેવા કે રસ્તા બનાવવાના , બ્રિજ બનાવવાના તેમજ હાઉસીંગના વિવિધ પ્રોજેક્ટ માટે થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવામાં આવતુ હતુ. તેના લીધે કોઇ પણ વિવાદ થાય તો સમગ્ર દોષનો ટોપલો થર્ડ પાર્ટી ઇન્સપેકશન અને પીએમસી કરનાર એજન્સીના માથે ઢોળી દેવામાં આવતો હોય છે. તેના બદલે પાલિકાના સ્ટાફ વિવિધ કામોમાં સુપરવિઝન કરશે તો ભવિષ્યમાં કોઇ પણ વિવાદ થાય તો પાલિકાના અધિકારી કે કર્મચારીની જવાબદારી નક્કી થશે.

પાલિકાના અધિકારીઓ સુપરવિઝન કરશે

રસ્તા, બ્રિજ સહિતનાં કામો બાકાત રહ્યાં

અન્ય સમાચારો પણ છે...