• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોટા વરાછાની 1 કરોડની જમીન પચાવી પાડવામાં વધુ 1ની ધરપકડ

મોટા વરાછાની 1 કરોડની જમીન પચાવી પાડવામાં વધુ 1ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાવરાછાની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં વધુ એકની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બિલ્ડરનાં રિમાન્ડ પૂરાં થતાં તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અંગે મળતી વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને લંબે હનુમાન રોડ પર ત્રિકમનગરમાં રહેતા કાળુભાઈ તળશીભાઈ કત્રોડિયાએ મોટા વરાછાના સર્વ નં-9ના બ્લોક નં-7વાળી જમીન વર્ષ 2014માં એક કરોડમાં કનુભાઈ હરીભાઈ પાસેથી વેચાણથી લીધી હતી.

જમીનના મૂળ માલિક બાબુ રામજી ગજેરાએ જમીનમાં વિવાદ ઉભો કરવા માટે તેના સાગરીત ભરત વાલજી પટેલના નામનો નવી તારીખના સ્ટેમ્પ પેપરમાં જૂની તારીખ લખીને તેમાં સાટાખત ઊભો કર્યો હતો. જમીનની ઠગાઈમાં બિલ્ડર બાબુ ગજેરાની અમરોલી પોલીસે ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે સાટાખતમાં સાક્ષી બનનાર માધવ મનજી બરવાડીયાની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.આ શખ્સ પહેલા હીરાઘસવાની સાથે જમીનદલાલી પણ કરતો હતો.

બિલ્ડર બાબુ ગજેરાના રિમાન્ડ પૂરાં થતાં જેલમાં ધકેલાયો

અન્ય સમાચારો પણ છે...