હવે આંજણા ટેનામેન્ટનું પણ રી-ડેવલપમેન્ટ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલથાણ ટેનામેન્ટ રીડેવલપ કરવાની મંજુરી આપ્યા બાદ સ્થળ પર કામગીરી ચોમાસા બાદ શરૂ થવાની શકયતા રહેલી છે. તેની સાથે આંજણા ટેનામેન્ટ પણ રીડેવલપ કરવા માટે વિવિધ 10 એજન્સીએ આપેલી પાલિકાને ઓફર પૈકી એક એજન્સીએ હયાત 416 આવાસ અને 6 દુકાનોે ઉપરાંત વધારાના 486 આવાસ બનાવી આપનાર એજન્સીને આંજણા ટેનામેન્ટ રીડેવલપ કરવાનો નિર્ણય આજે સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે. અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે નિર્ણયને કારણે પાલિકાને 25 કરોડથી વધુનો ફાયદો થવાનો છે. કારણ કે એજન્સી દ્વારા વધારાના 486 આવાસ બનાવી આપવામાં આવતા તે આ‌વાસ અન્ય લોકોને ફાળ‌વી શકાશે. તેમજ આવાસ બનાવવા માટે જરૂરી એવી જગ્યાની પણ બચત થતા પાલિકાને સરવાળે 25 કરોડનો ફાયદો થવાનો છે.

આવાસના બદલામાં આવાસ અપાશે

ગોટાલાવાડી ટેનામેન્ટની પણ રી-ડેવલપની પ્રક્રિયા શરૂ

અલથાણઅને આંજણા ટેનામેન્ટ બાદ ડુંભાલ અને ગોટાલાવાડી ટેનામેન્ટ પણ રીડેવલપ કરવામાં આવનાર છે. તેમાં ગોટાલાવાડી ટેનામેન્ટના 1245 આવાસ રીડેવલપ કરવા માટે સર્વેની કામગીરી પાર પાડી દેવામાં આવી છે. સર્વેમાં 80 ટકા લોકોએ રીડેવલપ કરવા માટે તૈયારી બતાવી હોવાથી પાલિકા હવે ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...