આખો દિવસ વરસાદ છતાં માત્ર 1 ઇંચ પાણી વરસ્યું!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંગુરુવારે સવારથી વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. આખા દિવસમાં માત્ર 1 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે જિલ્લામાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ જીલ્લાના તમામ તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને મહુવામાં મેઘતાંડવ સર્જાયો હોવાથી સ્થિતિ વધુ બગડી હતી. ત્યાં 10 કલાકમાં 4 ઇંચ અને 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. બોરીયા ગામે 3 પરીવારના કુલ 13 સભ્યોનું સ્થળાંતર કરાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વરસાદની સારી સ્થિતિ રહી હતી. શહેરમાં ગત રાત્રે 11 મિમી અને આજે સવારથી 16 મિમી જેટલો વરસાદ વરસ્યો હતો. સિવાય અન્ય તાલુકાઓમાં પણ વરસાદની સ્થિતિ ઘણી સારી રહી હતી. તમામ તાલુકે સરેરાશ 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે મહુવા તાલુકામાં તો 10 કલાકમાં 4 ઇંચ અને 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

મહુવામાં 3 પરિવારના 13 સભ્યોનું સ્થળાંતર

મહુવામાં 24 કલાકમાં 10 ઇંચથી જળબંબાકાર, જિલ્લામાં 4 ઇંચ

અન્ય સમાચારો પણ છે...