ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

આગામીએકાદ બે વર્ષમાં શહેરમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ (વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન), મેટ્રો રેલ અને પાલિકાનું નવું વહીવટીભવન બનાવવાના મહત્વના પ્રોજેકટ શરૂ થવાના છે. માટે પાલિકાના સીટી ઇજનેર પર કામગીરીનુ ભારણ ઘટાડવા માટે પાલિકા કમિશનરે અગાઉના સીટી ઇજનેર અને હાલમાં પાલિકામાં એડવાઇઝર તરીકે ફરજ બજાવતા જતીન શાહને 11 મહિનાની મુદત માટે એડવાઇઝર તરીકે નિમણૂંક આપવા માટે પાલિકા કમિશનરે શાસકોને વિશ્વાસમાં લઇને દરખાસ્ત રજુ કરી હતી. પરંતુ પાલિકાના એક પદાધિકારીએ છેલ્લી ઘડીએ તેમાં વાંધો લેતા સ્થાયી સમિતિના એજન્ડા પર દરખાસ્તને રજુ કરવામાં આવી નહોતી. જેથી આગામી સપ્તાહે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં એડવાઇઝરની મુદતમાં વધુ 11 મહિના લંબાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવે તેવી ચર્ચા પાલિકામાં શરૂ થઇ છે.

પાલિકાના સીટી ઇજનેર ભરત દલાલ પાસે હાલમાં કામગીરીનુ ભારણ વધારે છે તેઓ પાસે ડ્રેનેજ, પાંડેસરા સીઇટીપી, ખાડી રીડેવલપમેન્ટ, બ્રિજ સેલ, સોલીડ વેસ્ટ મેનેટમેન્ટમાં પ્રોસેસીંગ, સીટી ઇજનેર સ્પેશિયલ સેલ, ગર્વમેન્ટ પ્રોજેકટ અને લોન પ્રોજેકટ, પાલિકાના મહત્વના પ્રોજેકટ, સીટી સ્કેવર, રોડ ડેવલપમેન્ટ સહિતના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ મેટ્રો, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને પાલિકાના નવા વહીવટીભવની જવાબદારી પણ સીટી ઇજનેરના શિરે રહેલી છે. પરંતુ ત્રણેય પ્રોજેકટ માટે એડવાઇઝર જતીન શાહની મદદથી સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ત્રણ પ્રોજેકટની કામગીરીનુ ભારણ સીટી ઇજનેર ભરત દલાલના શિરેથી હળવુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...