બળજબરીથી કબજા રસીદ લખાવી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્રાણ બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું પણ નદી વચ્ચે પિલર પર ફસાયો

રાંદેરમોરાભાગળ જલારામ ડેવલોપર્સની ઓફિસમાં 25 લાખની લેતીદેતીની મેટરમાં બે શખ્સોએ એડવોકેટને ધમકાવીને તેના ફલેટની કબજા રસીદ બળજબરીથી લખાવી દીધી હતી. રાંદેર પોલીસમાં બે જણા વિરૂધ્ધ વકીલે ગુનો નોધાવ્યો હતો.

રાંદેર પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાંદેર વિસ્તારના રત્નદીપ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ શાલીભદ્વ કનુભાઈ સંઘવીએ તેના મિત્ર અહેસાનખાનને 25 લાખની રકમ જલારામ ડેવલોપર્સના અમૃત ચૌહાણ અને કુંદન ચૌહાણ પાસેથી અપાવી હતી. જેમાં ગેરેન્ટર તરીકે એડવોકેટ શાલીભદ્વ કનુભાઈ સંઘવી તથા તેનો મિત્ર રીધ્ધેશ શાહ રહ્યો હતો. સાથે વકીલે 10 લાખનો ચેક પણ આપ્યો હતો. ચેક રીર્ટન થતા અમૃત ચૌહાણ અને કુંદન ચૌહાણએ વકીલને તેની ઓફિસે બોલાવીને રત્નદીપ એપાર્ટમેન્ટનો ફલેટની જબરજસ્તી કબજા રસીદ લખાવી લીધી હતી. એટલુ નહીં ધમકીઓ આપી દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. જબરજસ્તી કબજા રસીદ સહિતના કાગળો પર સહીં કરાવી લેતા રાંદેર પોલીસે બન્ને ચૌહાણબંધુઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રવિવાર હોય અને વરાછામાં ટ્રાફિક હોય તેવુ બને નહીં. હાલમાં દરેક વિસ્તારમાં ગટર લાઇનના કામો ચાલી રહેલા હોવાથી અંદરના ઘણા બધા રસ્તાઓ બંધ હોવાથી મેઇન રોડ પર ટ્રાફિક હોય છે. સિમાડા નાકા બીઆરટીએસ પર લગભગ દરરોજ જામ હોય છે. તસવીર-મનોજતેરૈયા

સીમાડા નાકા પાસે ‌BRTSથી ટ્રાફિક જામ

આસમાન સે ગિરા... | 50 ફૂટ ઉપરથી રોપ રેસ્ક્યુ કરી ફાયરે ઉગાર્યો

કાપોદ્રાના સમાધાન વિઠ્ઠલે નદીમાં ઝંપલાવ્યું પણ ગભરાઈ જતાં બ્રિજના પિલર પર ચઢ્યો , કલાકથી બૂમો પાડતો રહ્યો...

1

ફાયર વિભાગે દોરડા વડે સમાધાનને અડધો કલાકમાં ઉગારી લીધો.

આપઘાત માટે ગયેલો સમાધાન નજીકના પિલર પર જેમતેમ કરીને ચઢી ગયો અને કલાક સુધી બચાવવા બુમો પાડતો હતો. આખરે ફાયર બ્રિગેડ યાદ આવતાં જાણ કરાતા બચ્યો હતો.

સમાધાન બ્રિજ ઉપરની જાળી પરથી નદીની વચ્ચે કૂદ્યો હતો, પરંતુ કાદવ-લીલ પાણીમાં ફસાતા છેવટે જીવ વહાલો લાગ્યો.

2

ફાયરના જવાને નદીમાં પીલર પર ઉભેલા સમાધાનને સેફ્ટી બેલ્ટ પહેરાવ્યો.

બ્રિજથી 50 ફૂટ નીચે દોરડા વડે જવાન ઉતર્યા હતાં. ઉપર 8 જવાનો દોરડૂં પકડી રાખ્યું હતું.

સર્જાયાં ફિલ્મી દૃશ્યો

લાશ્કરોએ પહોંચી જઈ 50 ફૂટ નીચેથી દિલધડક ઓપરેશન પાર પાડ્યું

1

2

3

અન્ય સમાચારો પણ છે...