• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હોલિકાદહનનો વરતારો, લોકોએ અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે

હોલિકાદહનનો વરતારો, લોકોએ અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૈઋત્ય દિશામાં ઝાળ અને ધુમાડો જવાથી ઠંડીનું પ્રમાણ વધે છે અને સામાન્ય વરસાદની સંભાવના રહે છે. પશ્ચિમ દિશામાં ઝાળ કે ધુમાડો જાય તો ઉત્તમ ફળ સૂચવે છે. જ્યારે વાયવ્ય દિશામાં વાવાઝોડા સાથે પુષ્કળ વરસાદ થાય અને ધાન્ય સારું પાકે છે. ઉત્તર દિશામાં પણ સારો વરસાદ સૂચવે છે. જ્યારે ઇશાન ખૂણામાં ઝાળ અને ધુમાડો જાય તો પુષ્કળ ગરમી પડે છે અને એકંદરે વર્ષ નબળું જવાની શક્યતા રહે છે.

હોળીકા દહન બાદ તેની જ્વાળા કંઇ દિશા તરફ જાય છે તેનો વરતારો કાઢવામાં આવે છે. જે મુજબ આગામી સમય કેવો રહેશે તેની આગાહી કરવામાં આવશે. રવિવારે હોળીકા દહન સાંજે 6:23થી 8:23 કલાક દરમિયાન શુભ મૂહુર્તમાં હતું. સમય દરમિયાન જ્યોતિષિઓ દ્વારા આગાહી કરવામાં આવે છે. વર્ષે હોળીકાની જ્વાળાઓ પૂર્વ-દક્ષિણ અગ્નિની જ્વાળા રહી હતી. જ્વાળા પૂર્વથી 30 ડિગ્રીમાં ધુમાડો થઇ હતી જેથી પૂર્વ અગ્નિનું ફળ મળશે તેવું જ્યોતિષિઓ જણાવી રહ્યા છે. અંગે શાસ્ત્રી ડૉ.કર્દમ દવેએ જણાવ્યું કે, વર્ષે હોળીકાની જ્વાળા મુજબની આગાહીમાં ઘણી સારી વાતોની સાથે નસરી વાતો પણ શામેલ છે. રીતે જોવા જઇએ તો સારું છેકે દિશામાં ગયેલ પવનને કારણે શાસક અને પ્રજા સુખી થાય છે. ઉપરાંત પૂર્વથી ઇશાન તરફ અર્થાત દક્ષિણ દિશા તરફ જે મુજબ બીજી કેટલીક આગાહીઓ થઇ છે જેમા વર્ષે વરસાદ સારો પડશે અને ખેડુતો મબલક પાક લેશે. સાથે રાજકીયા પરિવર્તન પણ થઇ શકે છે. જેમા આવનારા ગુજરાત ઇલેક્શન અને અન્ય રાજ્યો બાબતે પણ આગાહી કરાઇ છે. વરતાની નસરી આગાહી વિશે પણ જોઇએ તો વર્ષે દેશભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે જેના લીધે લોકોને ખુબ તકલીફ પડશે. ઉપરાંત ભારતના પૂર્વ ભાગના રાજ્યો અને શહેરમાં દૂષ્કાળ,મોંઘવારીની સ્થિતિ ઉદભવશે. જોકે બધા વચ્ચે પ્રજા દરેક મોરચે સુખી સપન્ન થશે.

વખતે પૂર્વ-દક્ષિણ અગ્નિની જ્વાળા, શાસક-પ્રજા માટે સારો સમય રહેશે

અન્ય સમાચારો પણ છે...