• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દર્દીને હાઇ વે પર ફેંકવાના કેસમાં સ્મીમેરના 3 રેસિ. તબીબ સસ્પેન્ડ

દર્દીને હાઇ-વે પર ફેંકવાના કેસમાં સ્મીમેરના 3 રેસિ. તબીબ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્મીમેરમાંથીદર્દીને વાહનમાં મૂકી નિયોલ પાટીયા પાસે ફેંકી દેવાની અમાનવીય ઘટનામાં 3 રેસિડેન્ટોને કસુરવાર ઠેરવી કોલેજની ડિસીપ્લીન કમિટીએ 6 મહિના માટે સસ્પેન્ડનો નિર્ણય લીધો હતો.

ગત ઓક્ટોબરમાં સ્મીમેર હોસ્પિટલમાં 108 એક અજાણ્યા દર્દીને સારવાર્થેે લઈ આવી હતી. દર્દીના પગ કપાયો હોવાથી ગંભીર ઈજાને લીધે ચાલી શકે તેમ હોવાથી સ્મીમેરમાં લવાયો હતો. જોકે, તેને બીજા દિવસે ફરી સ્મીમેરમાં 108 લઈ આવતાં વોર્ડના કર્મચારીએ જોતાં દાખલ કરાયેલા દર્દીને ફરી કેમ પાછો લવાયો અને તે દર્દીને કેટલાંક રેસિડેન્ટોએ હાઈ-વે પર ફેંકી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી.

અમાનવિય ઘટનામાં ભીનંુ સંકેલવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજ જાહેર થઈ જતાં સ્મીમેર મેડિકલ કોલેજ વગોવાઈ ગઈ હતી. ગંભીર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેેશ જારી કર્યો હતો. તેથી ચામડી બચાવવા માટે સ્મીમેરના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓએ પરાણે તપાસ કરવાની સ્થિતિ ઊભી થઇ હતી. પ્રકરણમાં કોલેજના રેસિડેન્ટ તબીબો ડૉ.સૌમ્યા ઐયર, ડૉ.તરલ ચૌધરી અને ડૉ.નરેશ સાપરિયાને દોષિથ ઠેરવી કમીટીએ 6 મહિના સુધી સસ્પેન્ડ કર્યા છે.

108 દ્વારા દર્દીને સ્મીમેરમાં લવાયો હતો પરંતુ સારવાર કરી નહીં ને નિયોલ પાટિયા પાસે હાઇ-વે પર ફેંકી દીધો હતો

અન્ય સમાચારો પણ છે...