• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જમીન પચાવીને માલિક પાસે દસ્તાવેજ જોવા 50 લાખ માંગ્યા

જમીન પચાવીને માલિક પાસે દસ્તાવેજ જોવા 50 લાખ માંગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડોનીકિંમતની જમીનમાં ચીટર ટોળકીએ ખેડૂતને 5 લાખનું ટોકન આપીને બોગસ સોદાચિઠ્ઠી બનાવી દસ્તાવેજો જોવા હોય તો 50 લાખની માંગણી કરી ખેડૂતને મારી નાખવાની ધમકી આપતાં રાંદેર પોલીસે ત્રણ જણા સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.

સરસાણા ગામ મોટો મહોલ્લામાં રહેતા રોબીન બળંવત પટેલની વડીલોપાર્જીત જમીનમાં ગત 28મી જૂને જમીનદલાલે સરસાણા ગામની જમીન એક પાર્ટી ખરીદવા માંગે છે એમ કહીને ભાણોદરાને રાંદેરના કોઝવે પાસે બોલાવી જમીનદલાલએ કાનજી પોપટ અને સમીર મુલતાની સાથે ઓળખાણ કરાવી ભાણોદરાની જમીનના વીંઘાના રૂ.2.35 કરોડમાં સોદો નક્કી કર્યા હતો.કોઝવે ગોરાટ રોડ પર અલ અમીન એપાર્ટમેન્ટમાં એ.એમ.ગૃપની ઓફિસમાં ટોકન પેટે 5 લાખની રકમ ખેડૂતને આપી બાદમાં સરસાણા અને ભાણોદરાની જમીનમાં બોગસ સોદાચિઠ્ઠી અકીલ અહેમદએ બનાવી હતી. ઉપરથી દસ્તાવેજો જોવા હોય તો 50 લાખની રકમ આપવી પડશે એમ કહીને ખેડૂતને મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ચીટર ટોળકીના સાગરીત અકીલ અહેમદ ગુલામ ગોસુ્દીન માલમ (રહે, માલમ એપાર્ટમેન્ટ, રાંદેર)ની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ધર્મશ દેસાઈનું નામધારણ કરનાર સમીર મુલતાની (રહે, ભટાર ટેનામેન્ટ, ભટાર) તથા વિજય બચુ ગોબર ઉર્ફ ચોસલા(રહે, ગોકુલનગર, ભટાર) તથા કાનજી ચોસલા(રહે, પારડીગામ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

કરોડોની જમીનની છેતરપિંડીમાં 1ની ધરપકડ, બે ફરાર

અન્ય સમાચારો પણ છે...