ડૉક્ટરની બેગમાંથી ઘરેણાં સહિત 1.68 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંરહેતા અને પ્રેક્ટિસ કરતા ડૉક્ટરની બેગમાંથી ઘરેણાં અને રોકડા મળીને કુલ 1.68 લાખ રૂપિયાની મત્તા ચોરાઇ ગઇ હતી. ડોક્ટર ભત્રીજીના લગ્નમાં અમદાવાદ ગયા અને ત્યાંથી સુરત આવ્યા 4 દિવસ દરમિયાન ગમે ત્યારે ચોરી થઇ છે પરંતુ તેમને ચાર દિવસ પછી ચોરીની ખબર પડી હતી.

મૂળ અમરેલીના મણીનગરના વતની ખુશાલદાસ ગાંધી વ્યવસાયે ડૉક્ટર છે. 6 દિવસ પહેલાં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા અમદાવાદ સહપરિવાર ગયા હતા. ત્યાં હોટલમાં રોકાયા હતા. બે દિવસ પહેલાં તેઓ સુરત આવ્યા હતા અને ગુરુવારે બેગ ચેક કરતાં ખબર પડી કે રોકડા, ઘરેણાં સહિત 1.68 લાખ રૂપિયાની મત્તા ચોરાઇ ગઇ હતી. ગુરુવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...