તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં સુરત રેલવે સ્ટેશન સ્વચ્છતામાં પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

મોટાભાગે રેલવે સ્ટેશન પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. યાત્રીઓ રેલવેની મુસાફરી કરે પહેલા ગંદકી અને દૂર્ગંધનો સામનો કરવો પડતો હોય છે. રેલવે તંત્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ IRCTCની થર્ડ પાર્ટી દ્વારા દેશના A-1 કેટેગરીના 75 રેલવે સ્ટેશનનો સર્વે હાથ ધરાયો હતો. કંપનીએ સુરત રેલવે સ્ટેશનનો ત્રણ વાર સર્વે હાથ ધર્યો હતો. જેના તાજેતરના અને ફાઈનલ સર્વેમાં સુરત રેલવે સ્ટેશને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ હાંસીલ કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. 30 સપ્ટેમ્બરેના રોજ નવી દિલ્હી વિધાનસભા ઈન્ડોસનમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવોર્ડ સુરત રેલવે સ્ટેશનના ઈન્ચા. અધિક્ષક સી. એમ. ખટીકને આપશે. કાર્યક્રમમાં ભાગ લેવા સુરત સ્ટેશનના ઈન્ચા. અધિક્ષક દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે.

30 સપ્ટેમ્બરે નવી દિલ્હી વિધાનસભામાં એવોર્ડ એનાયત કરવામાં આવશે

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરની સિદ્ધિ, A-1 કેટેગરીના 75 રેલવે સ્ટેશનનો સરવે થયો હતો

1.30 લાખ યાત્રીઓના ફીડબેક લેવાયા હતા

ખાનગી કંપની દ્વારા સ્ટેશનની સ્વચ્છતા, યાત્રીઓની આવન જાવન, ટિકિટ બારીની આસપાસનો એરીયા, સ્ટેશન પર એનાઉન્સમેન્ટ, પ્લેટફોર્મ સરફેસની સ્થિતિ, ડસ્ટબીન, પ્લેટફોર્મની ચોખ્ખાઈ, ગંદકીની તાત્કાલિક સફાઈ જેવી બાબતો ખાસ ધ્યાનમાં રખાયું હતું. 1.30 લાખ યાત્રીઓના ફિડબેક પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આમ તમામ માહિતી ધ્યાનમાં રાખી ક્રમ આપાયો હોવાનું રેલવે અધિકારી દ્વારા જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...