તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ સિટી અંતર્ગત 5 ઇ-ટોઇલેટ શરૂ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશનને બે વર્ષ પુરા થનાર છે જેની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા કોસાડમાં કન્સ્ટ્રકશન ડિમોલીશન સાઇટનું ખાતમુર્હત તથા સ્માર્ટ સીટી અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પાંચ ટોઇલેટ શરૂ કરનાર છે.

સ્વચ્છ ભારત અભિયાનને આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે બે વર્ષ પુરા થનાર છે. જેની ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં સવારે ચોક બજાર ગાંધી પ્રતિમાથી નાનપુરા ગાંધી સ્મૃતિ સુધી વિશાળ રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે. ઉપરાંત સ્માર્ટ સીટી અંતર્ગત જે સાત ટી.પીમાં ડેવલોપમેન્ટ થનાર છે તે ટી.પી વિસ્તારમાં ઇ-ટોઇલેટ નું શુભારંભ કરાશે. હાલમાં પ્રાથમિક તબક્કે મનપા દ્વારા વરાછા આઇ માતા ચોક પર 2, સહરાદરવાજા APMC માર્કેટ પાસે 1 ઇ-ટોઇલેટ મૂકાશે. જ્યારે અન્ય 2 ઇ-ટોઇલેટ માટે હજુ જગ્યા નક્કી થઇ નથી. ઇ-ટોઇલેટ હજીરાની એલ એન્ડ જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મૂકવામાં આવશે. ઉપરાંત કોસાડમાં કન્સ્ટ્રકશન ડિમોલીશન વેસ્ટની સાઈટનું ખાતમુર્હત કરાશે. કોસાડમાં અઢી એકર જમીનમાં સાઇટ બનાવાશે.

સ્વચ્છ ભારત મિશનના 2 વર્ષની પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...