તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સત્વહિનતા સાંપ્રત સમયનો મહારોગ છે: મુનિચંદ્ર સૂરિશ્વરજી

સત્વહિનતા સાંપ્રત સમયનો મહારોગ છે: મુનિચંદ્ર સૂરિશ્વરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ સ્થિત જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનની નિશ્રામાં પ્રવચનમાળાની પુર્ણાહુતિ થઇ હતી. આચાર્ય મુનિચન્દ્ર સૂરિજી મહારાજે શ્રુતધર્મનુ મહત્વ સમજાવ્યું હતું. કલિકાળમાં જિનબિંબ અને જિનાગમ ભવ્ય જીવોને શ્રેષ્ઠ આલંબનરૂપ છે. શ્રુતની રક્ષા થશે તો પ્રભુના શાસનની રક્ષા થશે. આજે સંઘનો વહીવટ અને રૂપિયાનો વહીવટ થઇ રહ્યો છે પણ જીર્ણ થયેલા શ્રુત અંગે વહીવટ કરવાનો કોઇની પાસે સમય નથી. જીર્ણ મંદિરોના જીર્ણોદ્વાર કરનાર સોમપુરા ઘણા મળી જાય છે પણ જીર્ણ શ્રુતનો જીર્ણોદ્વાર કરનાર વિદ્યાન મહાત્માઓને ભારે દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. પૂજ્ય જંબુવિજયજી મહારાજ જવાના કારણે ભારે ખોટ પડી છે. શ્રુતની સમૃદ્ધિનો સંહાર થઇ રહ્યો છે. વિધર્મીઓના કાળમાં 6 મહિના સુધી ચુલામાં ગ્રંથો નાંખીને બળતણ તરીકે શ્રુતનો દુરુપયોગ થયો હતો. શ્રુતભક્તિ અને પ્રભુ ભક્તિ આપણા જીવનને નવો ઓપ આપે છે. સદીના ઇતિહાસમાં પૂજ્ય જંબુવિજયજી મહારાજ જેવા શ્રુતભક્ત બહુ ઓછા જોવા મળશે. પૂર્વના કાળમાં લહિયાઓ દ્વારા ગ્રંથ લેખનનું કામ થતું હતું. કુમારપાળ મહારાજાના વખતમાં 700 લોહિયાઓ દ્વારા ગ્રંથ લેખનનું કાર્ય થતું હતું. તાડપત્રો ઉપર લેખન થતું હતું જેના કારણે શ્રુતનું આયુષ્ય વધી જતું હતું.

જ્યાં સત્વ હોય ત્યાં ધર્મનું પ્રતિષ્ઠાન થાય અને જ્યાં શુદ્ધ ધર્મ હોય ત્યાં દૈવીબળનું અવતરણ થાય. આજે આપણી પાસે સત્વ ખૂટ્યું છે. સત્વહિનતા સામ્પ્રત સમયનો મહારોગ છે. સંકલ્પબળ હોય તો સિદ્ધિના સોપાનો સર કરી શકો. કુમારપાળ મહારાજાએ પ્રભુના મંદિરમાં આરતી ઉતારતા ઉતારતા સંકલ્પ કર્યો હતો કે, જ્યાં સુધી 6 ઋતુના પુષ્પોથી પૂજા કરું ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ તેમની સાત્વિકતાના કારણે બગીચામાં 6 ઋતુના પુષ્પો મહોરી ઊઠ્યા હતા. સત્વનું પ્રતિષ્ઠાન કરવા માટે ભીરતી શુદ્ધિ જોઇશે.

અઠવાલાઇન્સ સંઘમાં પ્રવચન માળાની પૂર્ણાહુતિ

અન્ય સમાચારો પણ છે...