તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બીજાને જીતે તે વીર, પોતાને જીતે તે મહાવીર: વિમલસાગર સૂરિજી

બીજાને જીતે તે વીર, પોતાને જીતે તે મહાવીર: વિમલસાગર સૂરિજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુખીકુટુંબ, સમૃદ્ધ સમાજ અને સશક્ત ઉદ્દેશથી બુધવારે ભટાર રોડ ખાતે વિશાળ પાયા પર સાસુ-વહુ-દેરાણી-જેઠાણી ચિંતન શિબિર યોજવામાં આવી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિજીના સાનિધ્યમાં 2000થી વધુ નારીશક્તિ અનેરા કાર્યક્રમમાં ભાગ લેશે. મુનિ પદ્મવિમલસાગરના સંયોજનમાં બુધવારે સવારે 9:30થી 11:30 કલાક સુધી આયોજિત થઇ રહેલી શિબિરમાં સ્વભાવનું મનોવિજ્ઞાન તેમજ કુટુંબમાં મહિલાઓની ભૂમિકા વિશે તલસ્પર્શી ચિંતન- અનુશીલન થશે. શિબિરમાં ઘરની બધી મહિલાઓએ સાથે મળીને આવવું આવશ્યક છે. જ્યારે બાળકો તેમજ પુરુષોનુ પ્રવેશ પ્રતિબંધિત છે.

વર્ધમાનકુમારના નામે ઓળખાતા રાજકુમા રાગ-દ્રેષ રૂપી અંતશત્રુઓને જીતીને મહાવીર બન્યા હતા. પણ એમની પાસે શસ્ત્ર હતાં. બાહ્ય જગતમાં કોઇને શત્રુ નહોતા માનતાં. આપણી લડાઇઓ તો નિરાળી હોય છે. આપણે કેટલાયને શત્રુ માનીએ છીએ અને ડગલે ને પગલે રાગ-દ્રેષથી પ્રેરિત થઇને લડીએ છીએ. બાહ્ય જગતના જીતવા માટે આપણે સર્વશ્વ દાવ ઉપર લગાડીએ છીએ. મહાવીર સ્વામીની સાધનાનુ અનુસંધન કરવાથી સમજાય છેકે, જે બીજાને જીતે તેને વીર કહેવાય પણ જે પોતાને જીતે તે મહાવીર કહેવાય. આજે સાંપ્રદાયિક, સામાજિક તેમજ કૌટુંબિક વિવાદો પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. નાના-મોટા મહાભારત દરેક ઘરે જોવા મળે છે. પાછલા 5 હજાર વર્ષના માનવજાતિના ઇતિહાસમાં 15600 યુદ્ધ થઇ ચુક્યા છે. આનો અર્થ થયો કે દરેક 4 મહિનામાં એટલી મૂર્ખતાઓ ભેગી થઇ જાય છેકે, મનુષ્ય લડી મરે છે.

ભટાર બુદ્ધિ-વીર વાટીક ખાતે સાસુ-વહુ શિબિર આજે

અન્ય સમાચારો પણ છે...